News of Thursday, 10th April 2025
લ્યો બોલો...ટ્રમ્પને દાન આપનારાઓને ૧.૮ ટ્રિલિયન ડોલરનો ચૂનો લાગ્યો
સૌથી મોટું નુકસાન એલોન મસ્કને થયું....ચુનો લાગનારની યાદીમાં પ્રથમ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, એપલના સીઈઓ ટિમ કૂક, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, ટેસ્લાના મસ્ક અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની માલિકીની કંપનીઓને મળીને લગભગ $૧.૮ ટ્રિલિયનનું નુકસાન થયું છે

વોશીંગ્ટન,તા.૧૦: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પ્લાનથી વિશ્વના તમામ દેશોનો તણાવ વધી ગયો છે. હવે એવા અહેવાલો છે કે અમેરિકન ઉદ્યોગના દિગ્ગજો પણ આ ચિંતાઓથી અસ્પળશ્ય નથી. ખાસ વાત એ છે કે ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સહિત ઘણા અબજોપતિઓ છે જેમણે ટ્રમ્પને ઝુંબેશ અથવા ઉદ્ધાટન ભંડોળના નામે મોટા દાન આપ્યા છે, પરંતુ વર્ષની શરૂઆત સાથે જ તેમને લાખો ડોલરનું નુકસાન થયું છે. આ યાદીમાં મસ્ક પ્રથમ સ્થાને છે.
સીએનએનના અહેવાલ મુજબ, મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, એપલના સીઈઓ ટિમ કૂક, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, ટેસ્લાના મસ્ક અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની માલિકીની કંપનીઓને મળીને લગભગ $૧.૮ ટ્રિલિયનનું નુકસાન થયું છે. આ આંકડો વર્ષની શરૂઆતથી અત્યાર સુધીનો છે.
નિષ્ણાતો કહે છે કે લાંબા ગાળાના પારસ્પરિક ટેરિફ અને આર્થિક અનિヘતિતા ટેક ક્ષેત્રની કમાણીમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. CNN એ UBS ના રવિવારના અહેવાલને ટાંકીને આ વાત કહી છે.
કોને કેટલું નુકસાન થયું?
એલોન મસ્ક
રિપોર્ટ અનુસાર, મસ્કે ટ્રમ્પના સમર્થનમાં ઓછામાં ઓછા $૨૯૦ મિલિયનનું દાન આપ્યું હતું. બ્લૂમબર્ગ ઇન્ડેક્સ અનુસાર, વર્ષ ૨૦૨૫ની શરૂઆતથી તેમની કુલ સંપત્તિમાં ઼૧૪૩ બિલિયનનો ઘટાડો થયો છે. તેનું મુખ્ય કારણ ટેસ્લાના શેરમાં ઘટાડો છે. ખાસ વાત એ છે કે ટ્રમ્પ વહીવટમાં મસ્કનો કાર્યકાળ ઘણો વિવાદાસ્પદ રહ્યો છે.
વર્ષની શરૂઆતથી ટેસ્લાના શેરમાં ૨૮ ટકાનો ઘટાડો થયો છે, જેના કારણે તેનું બજાર મૂડીકરણ ઼૩૭૬.૬ બિલિયન થઈ ગયું છે. આ આંકડા ૯ એપ્રિલના રોજ બજાર બંધ થાય ત્યાં સુધીના છે.
માર્ક ઝુકરબર્ગ
મેટાએ ટ્રમ્પના ઉદ્ધાટન ભંડોળમાં ઼૧ મિલિયનનું દાન આપવાનું વચન આપ્યું હતું. આ ઉપરાંત, ઝુકરબર્ગ અને ટ્રમ્પ પણ ઘણી વખત મળ્યા છે. રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૫ ની શરૂઆતથી ઝકરબર્ગની નેટવર્થમાં $૨૬.૫ બિલિયનનો ઘટાડો થયો છે. જ્યારે, મેટાના શેરમાં લગભગ ૨.૨૫ ટકાનો ઘટાડો થયો છે.
જેફ બેઝોસ
બેઝોસે ટ્રમ્પની જીતની ઉજવણી કરી અને એમેઝોને ઉદ્ધાટન ભંડોળમાં $૧ મિલિયનનું દાન આપ્યું. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં બેઝોસની કુલ સંપત્તિમાં $૪૭.૨ બિલિયનનો ઘટાડો થયો છે. તે જ સમયે, એમેઝોનના શેરમાં ૧૩ ટકાનો ઘટાડો થયો છે.
સુંદર પિચાઈ
ગૂગલે ટ્રમ્પના ઉદ્ધાટન ભંડોળમાં ઼૧ મિલિયનનું દાન આપ્યું અને યુટયુબ પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કર્યું. આ ઉપરાંત, ચૂંટણી પછી માર-એ-લાગો ગયેલા સીઈઓની યાદીમાં પિચાઈનો સમાવેશ થાય છે. ગુગલનો શેર ૧૬.૨ ટકા ઘટયો અને તેનું મૂલ્યાંકન ઘટીને ૩૮૬.૭ અબજ ડોલર થયું.
ટિમ કૂક
એપલના સીઈઓ કૂકે ટ્રમ્પની ઉદ્ધાટન સમિતિને વ્યક્તિગત રીતે ઼૧ મિલિયનનું દાન આપ્યું. આ ઉપરાંત, આગામી ૪ વર્ષમાં અમેરિકામાં જ ૫૦૦ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, હવે ટેરિફ વોરની એપલ પર જ મોટી અસર થવાની ધારણા છે. વર્ષની શરૂઆતથી કંપનીના શેરમાં ૧૮.૫ ટકાનો ઘટાડો થયો છે અને તેના બજાર મૂલ્યમાં ૬૮૪ અબજ ડોલરનો ઘટાડો થયો છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
