News of Thursday, 10th April 2025
વકફ બોર્ડ: યુપીમાં મૌલાના શહાબુદ્દીન રઝવીએ નવા કાયદાના સમજાવ્યા ફાયદા, મુસ્લિમોને કહ્યું-મસ્જિદો અને મદરેસાઓને કોઈ જોખમ નથી, શાંતિ જાળવવા કરી વિનંતી
કેટલાક રાજકીય લોકો મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો કરી રહ્યા છે પ્રયાસ: વક્ફ કાયદાથી ગભરાવાની કે ડરવાની કોઈ જરૂર નથી, કે કોઈ હિંસક વિરોધ પ્રદર્શન કરવાની પણ કોઈ જરૂર નથી, વકફ સુધારો કાયદો ગરીબ અને નબળા મુસ્લિમોની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ બનશે

બરેલી : વક્ફ સુધારા કાયદાથી સામાન્ય મુસ્લિમોને કોઈ નુકસાન થશે નહીં, બલ્કે તે ફાયદાકારક રહેશે. આ કાયદાથી ધાર્મિક સ્થળોને કોઈ ખતરો નથી. કેટલાક રાજકીય લોકો મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે મસ્જિદો અને મદરેસા છીનવી લેવામાં આવશે. આવી વાતો મુસ્લિમોને મૂંઝવવા અને ઉશ્કેરવા માટે છે.
આ વાતો ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહી હતી. બરેલવી મૌલાનાએ મુસ્લિમોને વક્ફ સુધારા કાયદાનો વિરોધ કરવાથી દૂર રહેવા વિનંતી કરી.
બરેલવી મૌલાનાએ કહ્યું કે વક્ફ કાયદાથી ગભરાવાની કે ડરવાની કોઈ જરૂર નથી, કે કોઈ હિંસક વિરોધ પ્રદર્શન કરવાની પણ કોઈ જરૂર નથી. મૌલાનાએ કહ્યું કે CAA મુદ્દે, રાજકીય લોકોના પ્રભાવ હેઠળ, મુસ્લિમો રસ્તાઓ પર ઉતરી આવ્યા અને વિરોધ પ્રદર્શનો કર્યા. જ્યારે પરિસ્થિતિ હિંસક બની, ત્યારે ઉત્તર પ્રદેશમાં 27 યુવાનોના મોત થયા અને સેંકડોને જેલમાં મોકલવામાં આવ્યા, તેથી શાંતિથી તમારો મુદ્દો રજૂ કરો.
મૌલાનાએ કહ્યું કે વકફ સુધારો કાયદો ગરીબ અને નબળા મુસ્લિમોની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે. આનાથી બાળકોને સારું શિક્ષણ મેળવવામાં, અનાથ અને વિધવા મહિલાઓને મદદ મળશે. શાળાઓ, કોલેજો, મદરેસા, હોસ્પિટલો અને અનાથાશ્રમ ખોલવામાં આવશે, જેનાથી ગરીબ મુસ્લિમોનું પછાતપણું દૂર થશે.
મૌલાનાએ કહ્યું કે મસ્જિદો, મદરેસા, ઇદગાહ, કબ્રસ્તાન અને દરગાહને કોઈ ખતરો નથી. આ ધાર્મિક સ્થળોમાં સરકાર કોઈપણ બાબતમાં દખલ કરી શકે નહીં. આ દરમિયાન મૌલાના અનીસ ઉર રહેમાન, મૌલાના મુજાહિદ હુસૈન, રોમન અંસારી, અસલમ ખાન, કાશીફલ અલી, ફૂલ મિયાં વગેરે હાજર રહ્યા હતા.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
