હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લગ્નની અનોખી કંકોત્રી : વરરાજાના નામ જોઈ મહેમાનો ચોંકી ગયા : દોસ્તીની અનેરી મિશાલ
એક બાજુ નિકાહની રસમો, બીજી તરફ પાણીગ્રહણ સંસ્કાર, બંને યુગલોના આશીર્વાદ સમારંભ પણ એક જ જગ્યાએ થશે

દોસ્તીની મિસાલ તો તમે બહુ જોઈ હશે. પણ એક હિન્દુ-મુસ્લિમની એવી દોસ્તી બની છે કે હવે તેઓ બંને એક સાથે જ લગ્ન કરવા જઈ રહ્યા છે, જેનું અનોખું લગ્નનું કાર્ડ પણ વાયરલ થઈ રહ્યું છે. એક બાજુ નિકાહની રસમો, તો બીજી તરફ પાણીગ્રહણ સંસ્કાર, બંને યુગલોના આશીર્વાદ સમારંભ પણ એક જ જગ્યાએ થવાના છે. પહેલાથી જ સાથે રહેતા હતા અને બંનેએ નવું મકાન પણ એક સાથે જ લીધું છે.
૧૭ અને ૧૮ એપ્રિલના રોજ એક લગ્ન સમારંભ થવા જઈ રહ્યો છે. જેમાં એક વરરાજાના નિકાહ થશે, તો બીજાના લગ્ન થશે, ફેરા લેશે. રાજસ્થાનના કોટાના જનકપુરી માલા રોડ પર રહેતા અબ્દુલ રઉફ અંસારી અને વિશ્વજીત ચક્રવર્તી નાનપણથી પાક્કા મિત્રો છે.
કોટાના જનકપુરી માલા રોડ પર રહેતા અબ્દુલ રઉફ અંસારી અને વિશ્વજીત ચક્રવર્તીનો સાથ બાળપણથી છે. એમ કહો કે તેમને પારિવારિક સંબંધ છે. તેમના દીકરા સૌરભ ચક્રવર્તી અને યુનુસ અંસારી પણ ગાઢ મિત્રો છે. બંને વિવાહ યોગ્ય થયા, તો નિર્ણય લીધો કે, લગ્નનો કાર્યક્રમ પણ એક જ રાખીએ.
આ બંનેએ લગ્નનું કાર્ડ પણ એક જ છાપ્યું છે. તેમાં જ બંનેના તમામ કાર્યક્રમો લખીને લોકોને નિમંત્રણ આપ્યું છે. એક જ સમય પર એક પ્રકારના નિકાહની રસમો, તો વળી બીજી તરફ પાણીગ્રહણ સંસ્કાર થશે. બંને યુગલો માટે આશીર્વાદ સમારંભ પણ એક જ હશે.
વિશ્વજીત ચક્રવર્તી લોકલ ૧૮ સાથે વાત કરતા જણાવે છે કે, “અંસારી સાથે ૪૦ વર્ષથી મિત્રતા છે. અમે મસ્જિદ ગલીમાં બાજુબાજુમાં રહેતા હતા. પરિવાર સાથે ગાઢ સંબંધ છે. અમે બંને પ્રોપર્ટીનો ધંધો કરીએ છીએ. બાદમાં જનકપુરીમાં બંનેએ સાથે સાથે મકાન બનાવ્યા. મસ્જિદવાળી ગલીમાંથી અહીં રહેવા આવતા રહ્યા, તો પણ બંને સાથે સાથે રહે છે.”









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
