<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

સોમવારે ઓલ ઈન્‍ડિયા ફોરેન્‍સિક સાયન્‍સ સમિટનું ઉદઘાટન કરશે અમિતભાઇ

NFSU દ્વારા નવી દિલ્‍હીના વિજ્ઞાન ભવન ખાતે રવિવારથી સૌપ્રથમ ફિલ્‍મ ફોરેન્‍સિક્‍સ સંગોષ્ઠિ, ફોરેન્‍સિક હેકેથોન સહિત ત્રિ-દિવસીય આયોજન વિશ્વની સૌપ્રથમ ‘ફિલ્‍મ ફોરેન્‍સિક્‍સ સંગોષ્‍ઠિ'માં ફિલ્‍મી દ્રશ્‍યો અને વિજ્ઞાનનો વિશિષ્ટ સમન્‍વય થશેઃ ડૉ. જે. એમ. વ્‍યાસ ‘પદ્મશ્રી' શ્રીમતી હેમા માલિની, શ્રી પ્રસૂન જોશી, સુનિલ શેટ્ટી, શરદ કેલકર અને નરેન્‍દ્ર ગુપ્તાની ઉપસ્‍થિતી ભારત અને વિદેશના ૧૬૦૦થી વધુ સહભાગીઓ બે દિવસીય ઓલ ઈન્‍ડિયા ફોરેન્‍સિક સાયન્‍સ સમિટમાં જોડાશે

રાજકોટઃ ભારત સરકારના ગળહ મંત્રાલયના તત્ત્વાવધાનમાં નેશનલ ફોરેન્‍સિક સાયન્‍સિસ યુનિવર્સિટી દ્વારા નવી દિલ્‍હીના વિજ્ઞાન ભવન ખાતે બે દિવસીય ‘ઓલ ઈન્‍ડિયા ફોરેન્‍સિક સાયન્‍સ સમિટ' નું આયોજન તા.૧૪ ના સોમવારે કરવામાં આવ્‍યું છે. જેનું ઉદ્ધાટન ભારત સરકારના ગળહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહી કરશે. આ સમિટનો વિષય છે, ‘ધ રોલ ઓફ ફોરેન્‍સિક સાયન્‍સ ઇન ઇફેક્‍ટિવ ઇમ્‍પ્‍લિમેન્‍ટેશન ઓફ ન્‍યૂ ક્રિમિનલ લોઝ એન્‍ડ કોમ્‍બેટિંગ ટેરરિઝમ'.

આ સમિટના ઉદ્ધાટન સમારોહમાં  ન્‍યાયાધીશશ્રી રાજેશ બિંદલ,ન્‍યાયાધીશ સુપ્રીમ કોર્ટ; શ્રી આર વેંકટરમાણી, એટર્ની જનરલ ઓફ ઈન્‍ડિયા; માનનીય ન્‍યાયાધીશ વી રામસુબ્રમણ્‍યમ; અધ્‍યક્ષ, રાષ્‍ટ્રીય માનવ અધિકાર પંચ,શ્રી મનન કુમાર મિશ્રા, અધ્‍યક્ષ, બાર કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયા અને શ્રી ગોવિંદ મોહન, કેન્‍દ્રીય ગળહ સચિવ પણ ઉપસ્‍થિત રહેશે.

તા.૧૩  રવિવારે વિજ્ઞાન ભવનમાં બે કાર્યક્રમો એકસાથે યોજાશે. જેમાં સૌ-થમ વખત યોજાઈ રહેલી ‘ફિલ્‍મ ફોરેન્‍સિક્‍સ સંગોષ્ઠિ' અને ‘ફોરેન્‍સિક હેકેથોન'નો સમાવેશ થાય છે. સંગોષ્ઠિમાં સંસદ સભ્‍ય ‘પદ્મશ્રી'થી સન્‍માનિત શ્રીમતી હેમા માલિની મુખ્‍ય અતિથિ તરીકે તેમજ સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ફિલ્‍મ સર્ટિફિકેશનના અધ્‍યક્ષ શ્રી પ્રસૂન જોશી, અભિનેતા સુનીલ શેટ્ટી, શરદ કેલકર અને નરેન્‍દ્ર ગુપ્તા પણ આ સંગોષ્ઠિના ખાસ મહેમાન તરીકે હાજર રહેશે.

‘પદ્મશ્રી'થી સન્‍માનિત ડૉ જે.એમ. વ્‍યાસ, કુલપતિ-નેશનલ ફોરેન્‍સિક સાયન્‍સિસ યુનિવર્સિટી  એ જણાવ્‍યું હતું કે સિનેમાની શક્‍તિનો ઉપયોગ કરીને ગુનાની તપાસ વૈજ્ઞાનિક ઢબે પ્રસ્‍તુત થાય તથા જસ્‍ટિસ ડિલિવરી સિસ્‍ટમ્‍સને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્‍ય સાથે વિશ્વની આ સૌપ્રથમ ‘ફિલ્‍મ ફોરેન્‍સિક્‍સ સંગોષ્ઠિ'નું વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી એનએફએસયુ દ્વારા આયોજન કરવામાં આવ્‍યું છે. આ ‘ફિલ્‍મ ફોરેન્‍સિક્‍સ સંગોષ્ઠિ'માં ફિલ્‍મી દ્રશ્‍યો અને વિજ્ઞાનનો વિશિષ્ટ સમન્‍વય થશે. ૅફોરેન્‍સિક હેકેથોનૅનું આયોજન ઇનોવેશન અને ઇન્‍કયુબેશનને પ્રોત્‍સાહિત કરવાના હેતુસર કરાયું છે. જ્‍યારે સમિટમાં ફોરેન્‍સિક વિજ્ઞાનીઓ, ન્‍યાયાધીશો, કાયદા અમલીકરણ અધિકારીઓ, સંશોધકો, ઉદ્યોગ નિષ્‍ણાતો અને વિદ્યાર્થીઓ સહિત ૧,૬૦૦થી વધુ સહભાગીઓ જોડાશે.

ડૉ. જે.એમ. વ્‍યાસે એ પણ માહિતી આપી હતી કે આ ત્રિ-દિવસીય વિવિધ આયોજનમાં ક્રિમિનલ જસ્‍ટિસ ડિલિવરી ઇકોસિસ્‍ટમને સુધારવા માટેના તમામ મહત્‍વપૂર્ણ મુદ્દાઓ અને સમસ્‍યાઓ વિશે પણ ચર્ચા કરશે. તેમ પ્રો.(ડો.) એસ.ઓ.જુનારે (કેમ્‍પસ ડાયરેકટર) નેશનલ ફોરેનસીક સાયન્‍સીસ યુનિવર્સીટી ગાંધીનગર એ જણાવ્‍યું છે.

(11:34 AM IST)