<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

૧૦૪ રેલ્‍વે સ્‍ટેશન એરપોર્ટ જેવા બની ગયાઃ ૧૨૦૦ પર કામ ચાલુ

અમૃત ભારત યોજના હેઠળ ૧૦૪ સ્‍ટેશનો પર કામ પૂર્ણ થઈ ગયું છે : એક જંકશન લંડન સ્‍ટેશન કરતા પણ વધુ સુંદર હશેઃ CSMT સ્‍ટેશનનો પુનઃવિકાસ ૧,૮૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહ્યો છે

મુંબઈ તા.૧૨: અમળત ભારત યોજના હેઠળ, દેશભરના પસંદગીના રેલ્‍વે સ્‍ટેશનોને સુવિધાઓથી વધુ સજ્જ કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં, રેલ્‍વે મંત્રી અશ્વિની વૈષ્‍ણવે જણાવ્‍યું હતું કે અમળત ભારત યોજના હેઠળ, દેશભરમાં ૧,૩૦૦ રેલ્‍વે સ્‍ટેશનોનો પુનર્વિકાસ ચાલી રહ્યો છે, જેમાંથી ૧૦૪ સ્‍ટેશનો પર કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે કહ્યું કે અન્‍ય ઘણા સ્‍ટેશનો પર કામ નોંધપાત્ર રીતે આગળ વધ્‍યું છે.

આ યોજનાનો ઉદ્દેશ્‍ય સમગ્ર રેલ્‍વે નેટવર્કના સ્‍ટેશનોને સુધારવા અને આધુનિક બનાવવાનો અને મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાનો છે. પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ ૨૦૨૩ માં સ્‍ટેશન પુનઃવિકાસ યોજનાનો શિલાન્‍યાસ કર્યો હતો. રેલ્‍વે મંત્રી અશ્વિની વૈષ્‍ણવે કહ્યું, દુનિયામાં કયાંય પણ આટલા મોટા પાયે સ્‍ટેશન પુનઃવિકાસ પ્રોજેક્‍ટ થયો નથી. તેમણે યોજના હેઠળ સ્‍ટેશનો પર ચાલી રહેલા કામના ચિત્રો બતાવ્‍યા, જેમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)નો પણ સમાવેશ થાય છે, જેને વિશ્વ કક્ષાની ટ્રેન સુવિધા તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.

તેમણે કહ્યું કે સીએસએમટી સ્‍ટેશનનું પુનર્વિકાસ કાર્ય વિશાળ છે, જેનો ખર્ચ રૂ. ૧,૮૦૦ કરોડ થવાનો અંદાજ છે, અને તે ૅખૂબ જ ઝડપી ગતિએૅ ચાલી રહ્યું છે. રેલ્‍વે મંત્રીએ કહ્યું કે એકવાર પુનર્વિકાસ કાર્ય પૂર્ણ થઈ ગયા પછી, દક્ષિણ મુંબઈમાં બ્રિટીશ યુગનું ઘ્‍લ્‍વ્‍પ્‍ સંકુલ લંડનના કિંગ્‍સ ક્રોસ સ્‍ટેશન કરતાં વધુ સારું દેખાશે.

સ્‍ટેશન પર આ સુવિધાઓ ઉપલબ્‍ધ રહેશે

રેલ્‍વે મંત્રી અશ્વિની વૈષ્‍ણવે જણાવ્‍યું હતું કે આ યોજનાનો ઉદ્દેશ્‍ય સ્‍ટેશનોને વેઇટિંગ રૂમ, ફૂડ કોર્ટ, સ્‍વચ્‍છ શૌચાલય, લિફ્‌ટ, એસ્‍કેલેટર અને ડિજિટલ સુવિધાઓ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનો છે. આ ઉપરાંત, છત પ્‍લાઝા, ઇન્‍ટર મોડેલ કનેક્‍ટિવિટી, બાળકોનો રમતનો વિસ્‍તાર, કિઓસ્‍ક, લિફ્‌ટ, વેઇટિંગ રૂમ, ફૂડ કોર્ટ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત, આને પર્યાવરણ અને દિવ્‍યાંગોને અનુકૂળ બનાવવામાં આવશે.

આ યોજના હેઠળ, ભારતીય રેલ્‍વે દેશભરમાં ૧૩૦૦ રેલ્‍વે સ્‍ટેશનોનું નવીનીકરણ કરી રહી છે. આમાંના ઘણા સ્‍ટેશનોને એરપોર્ટ જેવી સુવિધાઓ સાથે મલ્‍ટિમોડલ ટ્રાન્‍સપોર્ટ હબ તરીકે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યા છે. આમાંથી, ઉત્તર પ્રદેશ સૌથી વધુ સંખ્‍યા ધરાવે છે, મહારાષ્‍ટ્ર બીજા સ્‍થાને છે અને પヘમિ બંગાળ ત્રીજા સ્‍થાને છે. રેલ્‍વે મંત્રાલય દ્વારા અમળત ભારત સ્‍ટેશન યોજના હેઠળ સ્‍ટેશનોનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમનું કુલ બજેટ ૧ લાખ કરોડ રૂપિયા છે

કયા રાજ્‍યમાં કેટલા સ્‍ટેશન?

ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૧૫૭ પુનઃવિકાસિત સ્‍ટેશનો છે, ત્‍યારબાદ મહારાષ્‍ટ્રમાં ૧૩૨, પヘમિ બંગાળમાં ૧૦૧, બિહારમાં ૯૮, ગુજરાતમાં ૮૭, રાજસ્‍થાનમાં ૮૫, મધ્‍ય-દેશમાં ૮૦, તમિલનાડુમાં ૭૭, આંધ્ર-દેશમાં ૭૩, કર્ણાટકમાં ૬૧, ઓડિશામાં ૫૯, ઝારખંડમાં ૫૭ અને આસામમાં ૫૦ સ્‍ટેશનો છે.(૩૮.૧૨)

(11:40 AM IST)