<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

વ્હાઈટ હાઉસમાં લગાવી ટ્રમ્પ પર થયેલા હુમલાની આઇકોનિક તસવીર: ઓબામાનો ફોટો હટાવાયો

હુમલાની આ તસવીર દુનિયાભરમાં વાઈરલ થઈ અને આ જ તસવીર તેમના પ્રચારમાં મોટું માધ્યમ બની

નવી દિલ્હી : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા જીવલેણ હુમલાની આઈકોનિક તસવીર વ્હાઈટ હાઉસમાં લગાવી દેવામાં આવી છે. આ હુમલાની તસવીર દુનિયાભરમાં વાઈરલ થઈ હતી. અને આ જ તસવીર તેમના પ્રચારમાં મોટું માધ્યમ બની. આ પહેલા અહીં બરાક ઓબામાની તસવીર હતી, જેને હટાવી દેવામાં આવી છે. બરાક ઓબામાની તસવીરને બીજી દીવાલ પર શિફ્ટ કરવામાં આવી છે.

 

વ્હાઈટ હાઉસમાં લગાવવામાં આવેલી આ તસવીર ગયા વર્ષે જુલાઈમાં પેનસિલ્વેનિયાના બટલરમાં એક રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ થયેલા જીવલેણ હુમલાની છે. આ હુમલામા ગોળી ટ્રમ્પના કાનને વીંધીને પસાર થઈ ગઈ હતી. કાન પર ગોળી વાગ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ નીચે બેસી ગયા હતા. જો કે ત્યારબાદ ફરી તેઓ ઉભા થયા હતા અને આકાશ તરફ મુઠ્ઠી વાળીને લડો, લડોનો નારો આપ્યો હતો.

વ્હાઈટ હાઉસની પરંપરા અનુસાર બે રાષ્ટ્રપતિની તસવીર ફોયરમાં લગાવવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પેની નવી તસવીર વ્હાઈટ હાઉસે તેના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર શેર કરી છે. જો કે આ તસવીર કોઈ પૂર્વ સુચના વિના લગાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે હાલ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પૂર્વ અને વર્તમાન બંને રાષ્ટ્રપતિ છે.

2022 માં ઓબામાની તસવીરને સ્ટેટ ફ્લોરના ફોયરમાં રાષ્ટ્રપતિ નિવાસની સીડીઓ સામે લગાવવામાં આવી હતી. પરંતુ તેને પણ શિફ્ટ કરી દેવામાં આવી છે. પહેલા અહીં પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યુ બુશની તસવીર હતી. જેને પણ શિફ્ટ કરીને તેના પિતાની પાસે લગાવવામાં આવશે.

(1:05 PM IST)