News of Saturday, 12th April 2025
તરબૂચ બહુ લાલ હોય તો હોઇ શકે છે કારસ્તાની
એફએસએસએ આઇની ચેતવણીઃ કઇ રીતે થઇ શકે અસલી નકલીની ઓળખ?

નવીદિલ્હીઃ ગરમીની આ સીઝનમાં બજારમાં તરબૂચ બહુ જ વેચાઇ રહયા છે. ભાવમાં સસ્તા અને ફાયદા તથા ઠંડકમાં નંબર વન આ ફળની માંગ હાલમાં બહુ જ વધી ગઇ છે. ગરમીમાં શરીરને ઠંડુ અને હાઇડ્રોટેડ રાખવા માટે તરબૂચ એક બહેતર વિકલ્પ માનવામાં આવે છે. આ એક એવું ફળ છે, જેમાં ૯૦ ટકાથી વધારે પાણી હોય છે. તેમાં પોટેશ્યમ રાઇબોફલેવીન, આયરન, કેલ્શિયમ, ઝીંક, ફાઇબર, નિયાસીન, વીટામીન એ,બી,સી અને લાઇકોપીન જેવા કેટલાયે પ્રકારના પોષક તત્વો હોય છે.
આ તત્વો શરીરને ચુસ્ત-દુરસ્ત રાખવાનું કામ કરે છે. તરબૂચ આરોગ્યને અન્ય ઘણાં લાભો મળે છે. લાલ-લાલ, રસીલા તરબૂચ જોઇને દરેકનું મન તેને ખાવાનું થાય છે. પણ શું તમે જાણો છો કે કેટલાય વેપારીઓ આ તરબૂચને વધુ લાલ અને આકર્ષક બનાવવા તેમાં કલર મેળવે છે અને તે કલર નુકસાન કારક હોય છે. ભારત સરકારની સંસ્થા એફએસએસએઆઇ એ એક વીડિયો બહાર પાડીને લોકોને એલર્ટ કર્યા છે વીડીયોમાં જણાવાયું છે કે તરબૂચમાં મિલાવટની ઓળખ તમે જાતે ઘરે બેઠા કરી શકો છો.
સૌથી પહેલા એક સફેદ રંગનો સાફ રૂમાલ, ટીસ્યુ પેપર અથવા કપડું લો. તરબૂચના અંદરના લાલ ભાગને કાપીને તેના પર આ સફેદ કપડું હળવા હાથે ઘસો. જો તે કપડા પર ગુલાબી અથવા લાલ રંગનું નિશાન બને તો તે એ વાતનો સંકેત હોઇ શકે છે કે તરબૂચમાં એરિથ્રોસીન નામનો લાલ રંગ મિશ્રીત કરાયો છે. જો કપડા પર કોઇ ડાઘ ના પડે તો તરબૂચ તેનો અર્થ તરબૂચ કુદરતી લાલ છે અને તેમાં કોઇ મિલાવટ નથી.
એરિથ્રોસીન એક રસાયણીક કલર છે, જેનો ઉપયોગ ખાવાપીવાની ચીજોમાં કરવામાં આવે છ જેથી તે વધારે ચમકદાર અને સ્વાદીષ્ટ દેખાઇ શકે. જો કે આ કલર આરોગ્યને હાની પહોંચાડવાનું કામ કરે છે. સતત મીલાવટી વસ્તુઓ ખાવાથી લીવરને નુકશાન તેમજ એલર્જી જેવી તકલીફો ઉભી થઇ શકે છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
