<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

માર્ચમાં ૫૧ લાખ ખાતાઓએ SIP ન કરી... રોકાણકારો હવે ચિંતિત

માર્ચ મહિનામાં SIP દ્વારા મ્‍યુચ્‍યુઅલ ફંડમાં કુલ ૨૫,૯૨૬ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્‍યું

મુંબઇ તા.૧૨: શેરબજારમાં અસ્‍થિરતા વચ્‍ચે, SIP સંબંધિત મોટો ડેટા બહાર આવ્‍યો છે. AMFI ના અહેવાલ મુજબ, માર્ચ મહિનામાં SIP દ્વારા મ્‍યુચ્‍યુઅલ ફંડમાં કુલ ૨૫,૯૨૬ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્‍યું છે. આ ચાર મહિનામાં સૌથી નીચું સ્‍તર છે. જોકે, સારી વાત એ છે કે શેરબજારમાં ફરી એકવાર રિકવરી જોવા મળી રહી છે. શુક્રવારે, સેન્‍સેક્‍સ અને નિફ્‌ટી ૧ ટકાથી વધુના વધારા સાથે બંધ થયા.

ફેબ્રુઆરી મહિનામાં SIP દ્વારા મ્‍યુચ્‍યુઅલ ફંડમાં ૨૫,૯૯૯ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્‍યું હતું. આ એવો સમયગાળો હતો જ્‍યારે શેરબજારોમાં ભારે વેચવાલી જોવા મળી રહી હતી. અને શેરબજાર અનિヘતિતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું હતું.

AMFI ના ડેટા અનુસાર, માર્ચ મહિનામાં ૫૧ લાખ SIP ખાતા બંધ કરવામાં આવ્‍યા હતા. તે જ સમયે, ૪૦ લાખ નવા SIP ખાતા ખોલવામાં આવ્‍યા છે. જે દર્શાવે છે કે છેલ્લા એક વર્ષમાં SIP સ્‍ટોપેજ એકાઉન્‍ટ રેશિયો વધ્‍યો છે. ફેબ્રુઆરી મહિનામાં, SIPO સ્‍ટોપેજ રેશિયો ૧૨૨ ટકા હતો. માર્ચ મહિનામાં તે ૧૨૮.૭૫ ટકા પર પહોંચી ગયો. આ સૂચવે છે કે જૂના SIPO કાં તો બંધ થઈ રહ્યા છે અથવા તેમની પરિપક્‍વતા સમાપ્ત થઈ રહી છે. તેની સરખામણીમાં, નવા SIP ધીમે ધીમે ખુલી રહ્યા છે.

AMFI ના ડેટા અનુસાર, ૮.૧૧ કરોડ SIP ખાતા હતા. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો ૮.૨૬ ટકા હતો. જાન્‍યુઆરી મહિનામાં ૮.૩૪ કરોડ SIP ખાતા હતા. તમને જણાવી દઈએ કે, માર્ચ ૨૦૨૫ સુધી, કુલ ૧૩.૩૫ લાખ કરોડ રૂપિયાની સંપત્તિનું સંચાલન SIP દ્વારા કરવામાં આવી રહ્યું હતું.

છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન, SIP રોકાણકારોમાં ખૂબ જ લોકપ્રિય હતું. જ્‍યારે ફેબ્રુઆરી ૨૦૨૦ માં SIP દ્વારા ૮૫૧૩ કરોડ રૂપિયાનું રોકાણ જોવા મળ્‍યું હતું. જ્‍યારે ફેબ્રુઆરી ૨૦૨૫માં આ આંકડો ૨૬,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો.

(3:29 PM IST)