હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વક્ફ કાયદાના મુદ્દે બંગાળમાં ભયંકર હિંસા, ટોળાંએ પિતા-પુત્રની હત્યા કરી
પશ્ચિમ બંગાળમાં કલમ ૧૬૩ લાગુ, ઈન્ટરનેટ બંધઃવક્ફના કાયદામાં સુધારા બાદથી જ પશ્ચિમ બંગાળમાં ઠેર ઠેર હિંસા થઈ રહી છે : મુર્શિદાબાદમાં આજે સતત બીજા દિવસે ભયંકર હિંસા થઈ

મુર્શીદાબાદ, તા.૧૨: વક્ફના કાયદામાં સુધારા બાદથી જ પશ્ચિમ બંગાળમાં ઠેર ઠેર હિંસા થઈ રહી છે. મુર્શિદાબાદમાં આજે સતત બીજા દિવસે ભયંકર હિંસા થઈ. પોલીસ તંત્ર હિંસા રોકવામાં તદ્દન નિષ્ફળ નિવડ્યું છે ત્યારે આજે ટોળાં દ્વારા પિતા-પુત્રની હત્યા કરવામાં આવી છે. મીડિયા અહેવાલ ઘટના શમશેરગંજની પાસે જાફરાબાદ વિસ્તારની છે જ્યાં ભીડે બપોરના સમયે એક ગામ પર હુમલો કર્યો અને પિતા-પુત્રને મોતને ઘાટ ઉતાર્યા. હિંસા બાદ મુર્શિદાબાદમાં કલમ ૧૬૩ લાગુ કરવામાં આવી છે, તથા ઈન્ટરનેટ પણ બંધ કરવાના આદેશ અપાયા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતા સુવેંદુ અધિકારીએ રાજ્યમાં કેન્દ્રીય દળોને તહેનાત કરવાની માંગ કરી છે. સ્થાનિક અહેવાલો અનુસાર ટોળાંએ લૂંટપાટના ઈરાદે હુમલો કર્યો હતો. પિતા અને પુત્રએ ટોળાંનો પ્રતિકાર કરતાં તેમને ઢોર માર મારવામાં આવ્યો. મૃતકોના નામ હરગોવિંદ દાસ તથા ચંદન દાસ છે. નોંધનીય છે કે ગઇકાલે જુમ્માની નમાઝ બાદ પણ બંગાળમાં હિંસા થઈ હતી. જેમાં ટોળાં દ્વારા અનેક જગ્યાએ આગચંપી કરવામાં આવી હતી. ઘણી જગ્યાઓ પર ટોળાં અને પોલીસ વચ્ચે પણ અથડામણ થઈ હતી. અનેક દુકાનો તથા વાહનોમાં પણ ભારે નુકસાન કરવામાં આવ્યું હતું. ટોળાંએ પોલીસના વાહનો તથા આઉટપોસ્ટને પણ આગને હવાલે કરી હતી. ગઇકાલે થયેલી હિંસામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૧૮ લોકોની ધરપકડ કરી છે. પોલીસે લોકોને સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવી રહેલી અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. પરિસ્થિતિને જોતાં મુર્શિદાબાદમાં સ્પેશિયલ ફોર્સને તહેનાત કરવામાં આવી છે.
અનેક દુકાનો તથા વાહનોમાં પણ ભારે નુકસાન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં શુક્રવારે વક્ફ સંશોધન કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શને ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું. મુર્શીદાબાદ, માલદા અને જંગીપુર જેવા વિસ્તારોમાં ભીડે રોડ અને રેલ ટ્રાફિક ખોરવી નાખ્યો. કેટલાક સ્થળોએ તો પ્રદર્શનકારીોએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરી નાખ્યો અને સાર્વજનિક વાહનોમાં આગચંપી કરી. હાલાતને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો.
અસલમાં સૌથી વધુ તણાવ મુર્શીદાબાદ જિલ્લાના સુતી અને શમશેરગંજમાં જોવા મળ્યો જ્યાં જુમ્માની નમાજ બાદ મોટી સંખ્યામાં લોકો વક્ફ કાયદાના વિરોધમાં ભેગા થઈ ગયા. ભીડે જૂલુસ કાઢ્યું અને એનએચ ૧૨ પર ટ્રાફિક જામ કર્યો. કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો. ત્યારબાદ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું જેમાં ૧૦ પોલીસકર્મીઓ ઘાયલ થયા. કેટલાક પ્રદર્શનકારીઓએ બોમ્બ જેવી ચીજો ફેંકી જેનાથી વિસ્તારમાં અફરાતફરી મચી. પ્રદર્શનકારીઓએ ધુલિયાગંગા અને નિમતિતા સ્ટેશનો વચ્ચે રેલવે ટ્રેક ઉપર પણ કબજો જમાવી લીધો. એવું કહેવાય છે કે અહીં લગભગ ૫૦૦૦ લોકો ટ્રેક પર બેસી ગયા જેનાથી કામાખ્યા પુરી એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો પ્રભાવિત થઈ. માલદા જિલ્લામાં પણ પ્રદર્શનકારીઓએ પાટાઓ પર ધરણા આપીને રેલવે સેવાઓને ખોરવી. પૂર્વી રેલવેના ફરક્કા આઝિમગંજ ખંડ ઉપર પણ ટ્રેનોની અવરજવર અટકી ગઈ.
રાજ્યપાલ ડો. સીવી આનંદ બોસે સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે લોકતંત્રમાં વિરોધનો અધિકાર બધાને છે. પરંતુ હિંસા સહન કરવામાં નહીં આવે. તેમણે ચેતવણી આપી કે કાયદો હાથમાં લેનારા પર કડક કાર્યવાહી કરાશે. રાજ્ય સરકારને તેમણે કહ્યું કે ઉપદ્રવીઓ પર તત્કાળ અને પ્રભાવી પગલું ઉઠાવવામાં આવે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
સ્થિતિ બગડતા જોઈને જિલ્લા પ્રશાસને સીમા સુરક્ષા દળ BSF ને હસ્તક્ષેપ કરવાની ભલામણ કરી.
બીએસએફ દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરના પ્રવક્તા નીલોત્પલ કુમાર પાંડેએ જણાવ્યું કે પ્રશાસનના આગ્રહ પર જવાનોને ઘટનાસ્થળે મોકલાયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
