News of Saturday, 12th April 2025
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૈશાખી, બહાગ બિહુ અને પોઈલા બૈશાખની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને આપી શુભેચ્છા
રાષ્ટ્રના વિકાસ માટે સમર્પણથી કામ કરવાની પ્રેરણા આપતા આ તહેવારો દેશની સામાજિક પરંપરાઓ અને એકતાને દર્શાવે છે

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૈશાખી, વિશુ, બહાગ બિહુ, પોઈલા બૈશાખ, મેષડી, વૈશાખડી અને પુથાંડુ પિરાપુની પૂર્વ સંધ્યાએ દેશના નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આ રંગીન તહેવારો લોકોને રાષ્ટ્રના વિકાસ માટે પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે કામ કરવા પ્રેરણા આપે છે. તેમણે ઉમેર્યું કે ભારતના વિવિધ ભાગોમાં લણણીની ઋતુ દરમિયાન ઉજવાતા આ તહેવારો દેશની સમૃદ્ધ સામાજિક પરંપરાઓ અને વિવિધતામાં એકતાનું પ્રતીક છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે આ તહેવારો દ્વારા દેશ પોતાના ‘અન્નદાતા’ ખેડૂતોની મહેનતનું સન્માન કરે છે અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ તહેવારો પ્રકૃતિનું જતન કરવાનો અને દેશના સાંસ્કૃતિક વારસાને સાચવવાનો સંદેશ પણ આપે છે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
