દિલ્હીથી વારાણસી માત્ર ૩.૫ કલાકમાં પહોંચવાનું સપનું સાકાર થશે
આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ઉત્તર પ્રદેશ માટે ગેમ ચેન્જર માનવામાં આવી રહ્યો છે: આ રૂટ પર કુલ 12 સ્ટેશન હશે, જે ઘણા શહેરોને સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે

નવી દિલ્હી : કલ્પના કરો... તમે સવારે ચા પીધા પછી દિલ્હીથી નીકળો છો અને બપોર સુધીમાં તમે કાશી વિશ્વનાથના દર્શન કરવા વારાણસી પહોંચો છો! જે મુસાફરી અત્યાર સુધી ૧૨ કલાકની હતી, તે હવે ફક્ત ૩.૫ કલાકમાં પૂર્ણ થશે. ભારત સરકારના મેગા હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ - દિલ્હીથી વારાણસી બુલેટ ટ્રેને ગતિ પકડી છે. પીએમ નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તારને રાજધાની સાથે જોડતી આ બુલેટ ટ્રેન માત્ર સમય બચાવશે નહીં પરંતુ ઉત્તર પ્રદેશ માટે વિકાસની નવી રેખા પણ દોરશે.
આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ઉત્તર પ્રદેશ માટે ગેમ ચેન્જર માનવામાં આવી રહ્યો છે. દિલ્હી-વારાણસી હાઇ સ્પીડ રેલ કોરિડોર (DVHSRC) હેઠળ ચાલતી આ ટ્રેન દિલ્હીથી વારાણસી સુધીની સફર માત્ર સાડા ત્રણ કલાકમાં પૂર્ણ કરશે. આ રૂટ પર કુલ 12 સ્ટેશન હશે, જે ઘણા શહેરોને સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે.
આ ટ્રેન દિલ્હીના હઝરત નિઝામુદ્દીન સ્ટેશનથી શરૂ થશે અને નીચેના શહેરો થઈને વારાણસીના મંડુઆડીહ સ્ટેશન પહોંચશે:નોઇડા સેક્ટર ૧૪૬,જેવર એરપોર્ટ, મથુરા, આગ્રા ઇટાવા, કન્નૌજ, લખનૌ, રાયબરેલી, પ્રતાપગઢ ,પ્રયાગરાજ ,ભદોહી, વારાણસી,મંડુઆડીહ
દિલ્હીથી વારાણસીનું અંતર આશરે ૮૪૦ કિલોમીટર છે. હાલમાં, સામાન્ય ટ્રેનો દ્વારા આ મુસાફરીમાં ૧૨ કલાક કે તેથી વધુ સમય લાગે છે. પરંતુ બુલેટ ટ્રેન આ અંતર 3.5 કલાકમાં કાપશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹43,000 કરોડ હોવાનું કહેવાય છે, અને તેને 2029 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
દર ૪૭ મિનિટે એક ટ્રેન!
કામ પૂર્ણ થયા પછી, દરરોજ 18 બુલેટ ટ્રેન દોડશે. સવારે 6 વાગ્યાથી મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી, દર 47 મિનિટે આ રૂટ પર એક ટ્રેન દોડશે. દિલ્હી અને વારાણસી ઉપરાંત, આનાથી લખનૌ, આગ્રા અને પ્રયાગરાજ જેવા મોટા શહેરોમાં મુસાફરી કરવાનું સરળ બનશે. આ બુલેટ ટ્રેન માટે, દિલ્હીના સરાય કાલે ખાન ખાતે 15 કિલોમીટર લાંબી ટનલ સાથે એક નવું ભૂગર્ભ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. લખનૌમાં, અવધ ક્રોસિંગ નજીક એક સ્ટેશન બનાવવામાં આવશે, જે અમૌસી એરપોર્ટ અને ચારબાગ રેલ્વે સ્ટેશન વચ્ચે સ્થિત હશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
