હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુપીમાં કર્મચારીઓને બખ્ખા: DA માં વધારો : મોંઘવારી ભથ્થુ 55 ટકા થયું: બેસિક પગાર રૂ.18000થી વધુ થયો
લગભગ ૧૬ લાખ કર્મચારીઓને મળશે.લાભ : જાન્યુઆરી,2025 થી અમલી માનવામાં આવશે.

ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો મંજૂર કર્યો છે. હવે રાજ્યના કર્મચારીઓને તેમના મૂળ પગાર પર 55 ટકાના દરે ડીએ મળશે, જે પહેલા ૫૩ ટકા હતું. આ વધારો 1 જાન્યુઆરી,2025 થી અમલી માનવામાં આવશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (UP CM Yogi Adityathnath) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી. તેમણે કહ્યું કે રાજ્યના કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવું એ સરકારની પ્રાથમિકતા છે. આ નિર્ણય ફક્ત સરકારી કર્મચારીઓ પૂરતો મર્યાદિત રહેશે નહીં, પરંતુ સહાયિત શૈક્ષણિક અને તકનીકી સંસ્થાઓના નિયમિત અને પૂર્ણ-સમયના કર્મચારીઓ, શહેરી સંસ્થાઓના કર્મચારીઓ, એડ-હોક કર્મચારીઓ અને યુજીસી સ્કેલ પર પગાર મેળવતા કર્મચારીઓને પણ લાગુ પડશે. આનો લાભ લગભગ ૧૬ લાખ કર્મચારીઓને મળશે.
નવા દર મુજબ, એપ્રિલ મહિનાના પગાર સાથે મે 2025માં DA ચૂકવવામાં આવશે. તેમજ જાન્યુઆરીથી એપ્રિલ સુધીના બાકી લેણાની રકમ પણ મે મહિનામાં આપવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આનાથી મે મહિનામાં રાજ્ય સરકાર પર લગભગ રૂપિયા 107 કરોડનો વધારાનો નાણાકીય બોજ પડશે અને બાકી ચૂકવણીમાં રૂપિયા193 કરોડનો બોજ પડશે.
રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થું (DA) 53% થી વધારીને 55% કર્યું છે. રાજ્ય સરકારના લગભગ 15 લાખ કર્મચારીઓને તેનો સીધો લાભ મળશે.
જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂપિયા 18,000 છે, તો હવે તેને દર મહિને રૂપિયા 360 વધુ મળશે. પહેલા તેમને 53% ડીએના દરે રૂપિયા 9,540 ભથ્થું મળતું હતું, પરંતુ હવે ૫૫% ડીએના દરે તે વધીને રૂપિયા 9,900 થઈ ગયું છે.
તેવી જ રીતે, જે કર્મચારીઓનો મૂળ પગાર રૂપિયા 50,000 છે તેમને પહેલા રૂપિયા 26,500 નો ડીએ મળતો હતો. હવે તે વધીને રૂપિયા 27,500 થઈ ગયું છે. એટલે કે આવા કર્મચારીઓના પગારમાં રૂપિયા 1,000નો વધારો થયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
