News of Sunday, 13th April 2025
બોલીવુડ અભિનેતા સૈફ અલીખાન પર હુમલો કરનાર આરોપી શરીફુલા સામે 1613 પાનાની ચાર્જશીટ દાખલા: હવે નવા ખુલાસો: ચોરીના ઈરાદે ઘરમાં ઘુસ્યો
સુપરવાઈઝરે નકલી આધાર અને પાન કાર્ડ બનાવવા માટે રૂપિયા 30,000 અને 15,000 રૂપિયાની માંગણી કરી હતી: તેણે એ પણ જણાવ્યું કે તેણે કેવી રીતે રેકી કરી અને બાદમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો

મુંબઈ: બોલીવુડના અભિનેતા સૈફ અલી ખાન પર જાન્યુઆરી મહિનામાં તેના જ ઘરમાં હુમલો થયો હતો. એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઈરાદે સૈફના ઘરમાં ઘુસ્યો અને ઝપાઝપી દરમિયાન સૈફ ઘાયલ થઈ ગયો. તે જ સમયે, પોલીસે આ કેસમાં 1613 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં હવે નવા ખુલાસા થયા છે.
હકીકતમાં, પોલીસે તાજેતરમાં દાખલ કરેલી ચાર્જશીટ મુજબ, સૈફ પર હુમલો કરનાર આરોપી શરીફુલની પૂછપરછ દરમિયાન નવા તથ્યો સામે આવ્યા છે. શરીફુલે ચાર્જશીટમાં દાખલ કરાયેલી ઘટના પહેલા અને ઘટના પછીની ઘણી બાબતો વિશે જણાવ્યું છે. પૂછપરછ દરમિયાન શરીફુલે જણાવ્યું કે તે બાંગ્લાદેશના બારીશાલના જીલોકાઠી જિલ્લાના રાજાબરિયા ગામનો રહેવાસી છે.
શરીફુલે જણાવ્યું કે તે લગભગ સાડા આઠ મહિના પહેલા ભારત આવ્યો હતો અને કોલકાતામાં 15 દિવસ રોકાયા બાદ ગીતાંજલિ એક્સપ્રેસ દ્વારા મુંબઈ પહોંચ્યો હતો. પોતાના નિવેદનમાં શરીફુલે વધુમાં જણાવ્યું કે 15 જાન્યુઆરીએ તેણે પોતાનું આધાર કાર્ડ બનાવવાના ઈરાદાથી કામ પરથી એક દિવસની રજા લીધી હતી. તેણે દાવો કર્યો કે તેના સુપરવાઈઝરે નકલી આધાર અને પાન કાર્ડ બનાવવા માટે રૂપિયા 30,000 અને 15,000 રૂપિયાની માંગણી કરી હતી.
શરીફુલ કહે છે કે તે પૈસાની વ્યવસ્થા કરવામાં અસમર્થ હતો અને પૈસા ભેગા કરવા માટે ચોરી કરવાનું નક્કી કર્યું. શરીફુલે કથિત રીતે તપાસ અધિકારીને જણાવ્યું હતું કે તેણે પૈસાનો ઉપયોગ તેના આધાર કાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટ મેળવવા માટે કરવાની યોજના બનાવી હતી જેથી કરીને તે બાંગ્લાદેશ પરત ફરી શકે. તેણે એ પણ જણાવ્યું કે તેણે કેવી રીતે રેકી કરી અને બાદમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
