<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

26/11ના હુમલાના ષડયંત્ર અને તેમાં સંડોવાયેલા નેટવર્ક અંગે મહત્વની કડીઓની જાણકાર એક મિસ્ટ્રી ગર્લને NIA શોધી રહી છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિલા ભારતમાં રાણા સાથે તેની પત્નીની જેમ રહેતી હતી

 મુંબઈ:  26/11ના આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાને આખરે ભારત લાવવામાં આવ્યો છે. તેને અમેરિકાથી પ્રત્યાર્પણ દ્વારા લાવવામાં આવ્યો હતો અને હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા તેની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. એનઆઈએની પૂછપરછ દરમિયાન, રાણાને મુંબઈ હુમલા, આઈએસઆઈ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનો સાથેના તેના સંબંધોને લઈને ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. પૂછપરછ દરમિયાન રાણા ઘણા ચોંકાવનારા ખુલાસા કરી રહ્યો છે, જે 26/11ના હુમલાના ષડયંત્ર અને તેમાં સંડોવાયેલા નેટવર્ક અંગે મહત્વની કડીઓ આપી શકે છે. દરમિયાન, NIA હવે એક મિસ્ટ્રી ગર્લને શોધી રહી છે.

 

TOIના રિપોર્ટ અનુસાર, જ્યારે રાણા ભારત આવ્યો ત્યારે આ મહિલા પણ તેની સાથે હાજર હતી. જો કે તેની ઓળખ હજુ સ્પષ્ટ થઈ નથી. એનઆઈએને શંકા છે કે, આ મહિલા પણ કોઈ ષડયંત્રનો ભાગ હોઈ શકે છે અથવા રાણાના સંપર્કો વિશે મહત્વપૂર્ણ માહિતી ધરાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિલા ભારતમાં રાણા સાથે તેની પત્નીની જેમ રહેતી હતી.

 

(2:50 PM IST)