<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસીએ વકફ એક્ટ વિરુદ્ધ લડાઈને વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરીઃ બિલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

સરકાર કાળો કાયદો લાવી છેઃ હૈદરાબાદના દારુસ્સલામ ખાતે રાત્રે 7 થી 10 વાગ્યા સુધી વકફ (સુધારા) અધિનિયમ 2025 ના વિરોધમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવશેઃ ઓવેસી

નવી દિલ્‍હીઃ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ મુસ્લિમીન (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા 19 એપ્રિલના રોજ હૈદરાબાદના દારુસ્સલામ ખાતે રાત્રે 7 થી 10 વાગ્યા સુધી વકફ (સુધારા) અધિનિયમ 2025 ના વિરોધમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવશે. આ જાહેર સભાની અધ્યક્ષતા ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) ના પ્રમુખ ખાલિદ સૈફુલ્લાહ રહેમાની કરશે. ANIના અહેવાલ મુજબ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યો અને મુખ્ય મુસ્લિમ સંગઠનો જાહેર સભામાં ભાગ લેશે. તેઓ પોતાના ભાષણો દ્વારા જનતાને કહેશે કે આ સુધારો કાયદો વકફના પક્ષમાં નથી.
કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે સંસદ દ્વારા પસાર કરાયેલા વક્ફ સુધારા બિલ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ પછી, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તમને જણાવી દઈએ કે આ બિલ રાજ્યસભામાં 128 સભ્યોના સમર્થનથી પસાર થયું હતું, જ્યારે 95 સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. આ બિલ 3 એપ્રિલના રોજ લોકસભામાં પણ પસાર થઈ ગયું છે. બિલના સમર્થનમાં લોકસભામાં 288 સભ્યોએ ભાગ લીધો હતો. જ્યારે, 232 લોકોએ વિરોધ કર્યો હતો.

(2:50 PM IST)