<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

આલે..લે ગઘેડાનું પનીર સોના જેટલું મોંધુઃ ગઘેડી દૂધ ચીઝ કિંમત ૧ લાખ પ્રતિ કિલોઃ સ્‍વાસ્‍થ્‍ય માટે ફાયદાકારક છે, પરંતુ તેની ઉંચી કિંમતને કારણે તે ફકત અમીરોની થાળીમાં જ ઉપલબ્‍ધ

ગાય અને ભેંસના પનીરની કિંમત ૩૦૦-૪૦૦ રૂપિયા પ્રતિ કિલો હોય છેઃ ગધેડો ચીઝ ખરીદવો એ લકઝરી, સ્‍વાસ્‍થ્‍ય અને પૈસાનું એક અનોખ મિશ્રણ છે

નવી દિલ્‍હીઃ હાલમાં ગધેડી દૂધ ચીઝની કિંમત ૧ લાખ રૂપિયા પ્રતિ કીલો થઇ છે. ગધેડીના દુધમાંથી બનેલું પનીર, પ્રતિ કિલોઆશરે ૧લાખ રૂપિયાની કિંમત સામાન્‍ય પનીરથી ખુબ જ અલગ છે.
ગાય અને ભેંસના પનીરની કિંમત ૩૦૦-૪૦૦ રૂપિયા પ્રતિ કિલો છે,પણ ગઘેડાનું પનીર સોના જેટલું છે.
એક માદા ગધેડી દરરોજ ર૦૦-૩૦૦ મીલી દુધ આપે છે, ૧ કિલો દૂધ ઉત્‍પન્‍ન કરવા માટે ઘણી ગધેડીઓની જરૂર પડે છે.
ચીઝ બનાવવાની પ્રક્રિયા મોંઘી, ઓછું દૂર અને વધુ મજુરીના કારણે ભાવ આસામાને પહોંચતા હોય છે.
ભારતમાં સ્‍ટાર્ટઅપ્‍સે ગધેડા દૂર ઉછેર શરૂ કરી દીધો છે. ગુજરાત-તમિલનાડુમાં પણ ચાલી રહ્યું છે.
ગધેડાનું દૂધ ચોકલેટ, સાબુ અને હવે ચીઝ પછી, સ્‍ટાર્ટઅપ્‍સ તરફની નવી ઓફર તરફ આગળ વધી રહ્યું છે.
વિદેશમાં ખાસ કરીને યુરોપમાં તેની ખુબ માંગ છે, સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે સભાન લોકોને તે ખુબ ગમે છે.
સ્‍વાસ્‍થ્‍ય માટે ફાયદાકારક છે, પરંતુ તેની ઉંચી કિંમતને કારણે તે ફકત અમીરોની થાળીમાં જ ઉપલબ્‍ધ છે.
૩પ૦ રૂપિયાની કિંમતનું ગાયનું ચીઝ સામાન્‍ય માણસ માટે વધુ સારૂ છે, તે સ્‍વાદ અને બજેટમાં આવી જતુ હોય છે.
ગધેડો ચીઝ ખરીદવો એ લકઝરી, સ્‍વાસ્‍થ્‍ય અને પૈસાનું એક અનોખ મિશ્રણ છે જેઓ તેને ઇચ્‍છે છે 

(3:15 PM IST)