News of Monday, 14th April 2025
AIની જાદુઈ કલ્પનામાંથી જીવંત બન્યા ભારતીય બ્રાન્ડ્સના માસ્કોટ્સ :અમૂલ અને નિરમા ગર્લના અદભુત ચિત્ર ક્રિયેટ : જુઓ વિડીયો
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી શાહિદ નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે આ પ્રખ્યાત બ્રાન્ડ માસ્કોટ્સને AI અવતારમાં ક્રિએટ કર્યા છે અને હવે આ વિડિઓ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

મુંબઈ :શાહિદ નામના ક્રીએટરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ભારતીય બ્રાન્ડ્સના પ્રખ્યાત માસ્કોટ્સને જીવંત કર્યા છે. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નિરમા વોશિંગ પાઉડર, પારલે જી બિસ્કિટ કે અમૂલ ની એડમાં આવતી છોકરીઓ યાદ છે? જેમના ફોટો પ્રોડક્ટ પર કે હોર્ડીંગ પર છપાયેલા હોય છે તે વાસ્તવિક જીવનમાં કેવી દેખાય એ વિશે શું તમે ઇમેજિન કર્યું છે?
એક વ્યક્તિએ આ વિચારને એક ડગલું આગળ વધાર્યો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી શાહિદ નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે આ પ્રખ્યાત બ્રાન્ડ માસ્કોટ્સને AI અવતારમાં ક્રિએટ કર્યા છે અને હવે આ વિડિઓ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.
શાહિદે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે 'રિયલ લાઈફ' વર્ઝનમાં ભારતીય બ્રાન્ડ્સના કેટલાક સૌથી લોકપ્રિય માસ્કોટ દર્શાવ્યા છે. વિડીયોમાં દર્શાવવામાં આવેલા પાત્રોમાં અમૂલ ગર્લ, એર ઈન્ડિયાના મહારાજા, રેલ્વેના ભોલા ગાર્ડ (ભોલુ), એશિયન પેઇન્ટ્સની ગટ્ટુ, નિરમા ગર્લ, 7UPની ફિડો ડીડો અને ચીટોસના ચેસ્ટર ચિત્તાનો સમાવેશ થાય છે.
શાહિદે પોસ્ટના કેપ્શનમાં સમજાવ્યું છે કે તેણે કેવી રીતે AI ની મદદથી આ બ્રાન્ડ્સના માસ્કોટને માનવ સ્વરૂપ આપવાનો સર્જનાત્મક પ્રયોગ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ નવીનતાથી ખૂબ પ્રભાવિત થયા હતા. એક યુઝરે લખ્યું "આખરે તે તેમને જીવંત કર્યા." અન્ય એક એ લખ્યું કે " શાહિદ પાસે અદ્ભુત પ્રતિભા છે તો કોઈએ આ સર્જનાત્મકતાને નોસ્ટાલ્જિક અને ઉત્કૃષ્ટ ગણાવી." એક યુઝરે તો એમ પણ કહ્યું કે " આ કોઈ જાદુથી ઓછું નથી. ]
આ વીડિયોને મળી રહેલા પોઝિટિવ રિસ્પોન્સ જોઈને સ્પષ્ટ થાય છે કે આ 'રીઅલ લાઈફ' માસ્કોટ લોકોના હૃદયને સ્પર્શી ગઈ છે. આ વીડિયો ફક્ત વાયરલ જ નથી થઈ રહ્યો પરંતુ તે લોકોને તેમના બાળપણની યાદોમાં પણ પાછા લઈ જઈ રહ્યો છે.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
