<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

વાષિક ૪૪ લાખ પગાર છતાં બ્રિટનમાં માંડ-માંડ ચાલી રહ્યું છે ગુજરાન

બ્રિટનમાં નોકરી કરતા ભારતીય યુવકે જણાવી આપવીતી..વિદેશમાં જીવન વાસ્‍તવમાં કેવું હોય છે.. : ભારતીય યુવકે લખ્‍યું, મારી પાસે ન તો ઘર છે કે ન તો ગાડી. સૌથી ખરાબ વાત એ છે કે મને લાગે છે કે મેં મારા માતા-પિતાને નિરાશ કર્યા છે

લંડન તા.૧૪: દર વર્ષે લાખો ભારતીય યુવાઓ અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં મોટા સપનાઓ સાથે પહોંચે છે. તેઓને આશા હોય છે કે પ્રતિષ્ઠિત યુનિવર્સિટી અને કોલેજમાંથી ડિગ્રી મળ્‍યા બાદ તેમને મોટા પેકેજની નોકરી મળી જશે અને તેની લાઈફ સેટલ થઈ જશે. પરંતુ દરેકનું આ સપનું સાકાર થતું નથી. વિદ્યાર્થીઓને સંસ્‍કળતિ, શિક્ષણનું દબાણ અને આર્થિક સમસ્‍યાઓ સહિત અનેક મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે. આ પછી પણ તેમને સારી નોકરી મળવાની ૧૦૦ ટકા ગેરંટી હોતી નથી.

બ્રિટનમાં અભ્‍યાસ કરતા એક ભારતીય વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ રેડિટ પર પોતાની કહાની શેર કરી છે, જેમાં તેણે જણાવ્‍યું કે વિદેશમાં જીવન વાસ્‍તવમાં કેવું હોય છે. ૨૮ વર્ષીય વિદ્યાર્થીએ જણાવ્‍યું કે તેણે બ્રિટનની ગ્રીનવિચ યુનિવર્સિટીમાંથી પ્‍ગ્‍ખ્‍ કર્યું છે. તે છેલ્લા ૮ વર્ષથી બ્રિટનમાં રહે છે. પહેલા ૫ વર્ષ વિદ્યાર્થી તરીકે અને પછી ત્રણ વર્ષ કન્‍સલ્‍ટન્‍ટ તરીકે કામ કર્યું. તેણે જણાવ્‍યું કે હજારો પાઉન્‍ડ કમાયા છતાં તે હજુ પણ ભાડાના મકાનમાં રહે છે.

એક ભારતીય યુવકે રેડિટ પર લખ્‍યું કે, તે બ્રિટનમાં દર મહિને ૪૦ હજાર પાઉન્‍ડ વાર્ષિક (૪૪,૯૫,૩૬૦ રૂપિયા) કમાય છે. તેમ છતાં તેનું પોતાનું ઘર નથી. તે હજુ પણ ભાડે રહે છે. તેણે જણાવ્‍યું કે વિઝાના કારણે તે વધુ કામ કરી શકતો નથી. બિઝનેસ કરવાનું વિચારવું તો દૂરની વાત છે. તેના માતા-પિતાએ લોન લઈને તેને ભણાવ્‍યો અને આ માટે પોતાની જમીન પણ વેચી નાખી. હવે તે પરેશાન છે.

ભારતીય યુવકે લખ્‍યું, મારી પાસે ન તો ઘર છે કે ન તો ગાડી. સૌથી ખરાબ વાત એ છે કે મને લાગે છે કે મેં મારા માતા-પિતાને નિરાશ કર્યા છે. તેમણે મને વિદેશમાં ભણાવવા માટે લાખો રૂપિયા ખર્ચ્‍યા, જમીનો વેચી અને લોન લીધી. હવે હું માંડ-માંડ મારું ગુજરાન ચલાવી રહ્યો છું. તેણે આગળ લખ્‍યું કે હવે તેઓ મારા પર એરેન્‍જ મેરેજનું દબાણ કરી રહ્યા છે.

રેડિટ યુઝરે વિદેશમાં ભણવાનું સપનું જોનારા અન્‍ય વિદ્યાર્થીઓને ચેતવણી આપતા લખ્‍યું, ‘‘મારા જેવી ભૂલો ન કરશો. STEM (સાયન્‍સ, ટેક્રોલોજી, એન્‍જિનિયરિંગ અને મેથ્‍સ) પસંદ કરો અને ઇન્‍ટર્નશિપ કરો. તમારું સપોર્ટ સિસ્‍ટમ જાતે બનાવો. શારીરિક રીતે એક્‍ટિવ રહો. જ્‍યાં સુધી મને સમજાયું કે વાસ્‍તવિકતા કેવી રીતે કામ કરે છે'' ત્‍યાં સુધી તક નીકળી ગઈ હતી.(૩૮.૭)

(10:08 AM IST)