<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

મજાક-મજાકમાં મિત્રના પ્રાઇવેટ પાર્ટમાં મશીનથી હવા ભરી તેને મારી નાખ્‍યો

મધ્‍યપ્રદેશની ઘટનાઃ શરીરમાં હવા ભરાતા નસો ફાટી ગઇ

ઇન્‍દોર તા.૧૪: દેશમાં છેલ્લા અનેક સમયથી હત્‍યાના અનેક કેસ સામે આવ્‍યા છે. તાજેતરમાં પણ એવો જ એક કિસ્‍સો સામે આવ્‍યો છે, જેમાં એક વ્‍યક્‍તિએ તેના મિત્રના શરીરમાં મશીનની મદદથી હવા ભરીને તેની હત્‍યા કરી દીધી. ૩૦ વર્ષીય મજૂરનું તેના મિત્રોએ મજાક તરીકે કોમ્‍પ્રેસરનો ઉપયોગ કરીને શરીરમાં હવા ભરી દેતા તેનું મોત થયું. આ ઘટના રવિવારે સવારે આઝાદ નગર વિસ્‍તારમાં બની હતી.

મળતી માહિતી મુજબ, પીડિત મજૂરની ઓળખ મોતીરામ તરીકે ઓળખાણ થઈ હતી, જે તીન ઈમલી પાલડાનો રહેવાસી હતો. તે જગન્નાથ દાળ મિલમાં કામ કરતો હતો. ફૅક્‍ટરી મેનેજરના જણાવ્‍યા મુજબ, કેટલાક સાથી કામદારોએ મજાક તરીકે મોતીરામના શરીરમાં કોમ્‍પ્રેસ્‍ડ ઍર ભરી કરી હતી. આ પછી તેની તબિયત બગડવા લાગી. આ વાતની જાણ થતાં એક ઈ-રિક્ષાએ તેને ગંભીર હાલતમાં પ્‍ળ્‍ હૉસ્‍પિટલમાં દાખલ કર્યો હતો. જે માણસ તેને લાવ્‍યો હતો તે હૉસ્‍પિટલ છોડીને ગયો અને પાછો ફર્યો નહીં.

ડૉક્‍ટરોએ જોયું કે મોતીરામના ગુપ્તાંગમાંથી લોહી વહેતું હતું. તેને બચાવવાના પ્રયાસો છતાં, તેને થોડા સમય પછી મળત જાહેર કરવામાં આવ્‍યો. ત્‍યારબાદ હૉસ્‍પિટલે સંયોગિતાગંજ પોલીસને આ બાબતની જાણ કરી. શરૂઆતમાં આ કેસને સંભવિત હત્‍યા તરીકે ગણીને, પોલીસે તપાસ શરૂ કરી. તેમણે મોતીરામના પરિવાર અને સાથીદારોનો સંપર્ક કર્યો.

પૂછપરછ દરમિયાન, ફૅક્‍ટરીમાં સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્‍યા હોવા છતાં, ઘટના જ્‍યાં બની તે ચોક્કસ સ્‍થળ કવર કરવામાં આવ્‍યું નહોતું હતું, તેથી આ કળત્‍યનો વીડિયો રેકોર્ડ થયો ન હતો. પોલીસે ફૅક્‍ટરીમાંથી ડીવીઆર જપ્ત કર્યો છે અને સંડોવાયેલા લોકોની ઓળખ કરી રહી છે. મેનેજર ધીરજ લુવંશીની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે, અને પોલીસે જણાવ્‍યું હતું કે જવાબદાર લોકોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

 

(10:19 AM IST)