<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

ગેરકાયદે બોરવેલમાંથી પાણી ખેંચવું એ પાપથી ઓછું નથી

દિલ્‍હીમાં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ જેવી પરિસ્‍થિતિ ઉભી થશે, થોડા વર્ષો પહેલા જોહાનિસબર્ગમાં પાણી ખૂટી પડયું હતું: દિલ્‍હી હાઈકોર્ટે

નવી દિલ્‍હી, : દેશના વિવિધ વિસ્‍તારોમાં ગેરકાયદે બોરવેલમાંથી અપ્રમાણસર પાણી કાઢવાને કારણે ગ્રાઉન્‍ડ વોટરનું સ્‍તર નીચે જઈ રહ્યું છે. ગેરકાયદે બોરવેલ અંગેના એક એક કેસની સુનાવણી દરમિયાન દિલ્‍હી હાઈકોર્ટે મહત્‍વનું અવલોકન કર્યું હતું. કોર્ટે કહ્યું કે ગેરકાયદે બોરવેલમાંથી પાણી કાઢવું એ કોઈ પાપથી કરવાથી ઓછું નથી. કોર્ટે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્‍યો છે.

સુનાવણી દમિયાન દિલ્‍હી હાઈ કોર્ટે દુઃખ વ્‍યક્‍ત કર્યું છે કે જો આવા ગેરકાયદેસર બોરવેલ બંધ નહીં થાય, તો દિલ્‍હીમાં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ જેવી પરિસ્‍થિતિ ઉભી થશે, થોડા વર્ષો પહેલા જોહાનિસબર્ગમાં પાણી ખૂટી પડ્‍યું હતું.

હાઈ કોર્ટના ચીફ જસ્‍ટિસ ડી કે ઉપાધ્‍યાય અને જસ્‍ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્‍ચે કહ્યું, ગેરકાયદે બોરવેલ પર પ્રતિબંધ લાદવાની જરૂર છે. ગેરકાયદે બોરવેલમાંથી રીતે પાણી કાઢવામાં આવી રહ્યું છે, તે પાપથી ઓછું નથી. શું તમે જાણો છો કે જોહાનિસબર્ગમાં શું થયું? થોડા વર્ષો પહેલા શહેરમાં ઘણા મહિનાઓ સુધી પાણી ન હતું. શહેરમાં પાણીની કટોકટી ઉભી થઇ હતી. શું તમે ઇચ્‍છો છો કે દિલ્‍હીમાં પણ આવી જ પરિસ્‍થિતિ આવે?

કોર્ટ વકીલ સુનિલ કુમાર શર્માની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં દાવો કરવામાં આવ્‍યો હતો કે રોશનનારા વિસ્‍તારમાં ગોએન્‍કા રોડ પર એક કન્‍સ્‍ટ્રકશન સાઈટ પર ઘણા બોરવેલ ગેરકાયદે રીતે બનાવવામાં આવ્‍યા છે, જેમાં સબમર્સિબલ પંપ લાગવવામાં આવ્‍યા છે. અરજીમાં આવા બોરવેલ બંધ કરાવવાની માંગ કરવામાં આવી હતી.

અરજદારે અરજીમાં દાવો કર્યો હતો કે પ્‍લોટ પર લગભગ ૧૦૦ ફ્‌લેટ બનાવવામાં આવી રહ્યા છે અને બોરવેલ વિસ્‍તારના રહેવાસીઓને નોંધપાત્ર નુકસાન પહોંચાડી રહ્યા છે અને તેનાથી પર્યાવરણને પણ નુકસાન થઈ શકે છે. અરજદારે દાવો કર્યો હતો કે તેમણે અધિકારીઓને રજૂઆતો કરી છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

અરજદારે કોર્ટને એ પણ જણાવ્‍યું હતું કે દિલ્‍હી મ્‍યુનિસિપલ કોર્પોરેશન એ એક RTI અરજીમાં જવાબ આપ્‍યો છે કે કન્‍સ્‍ટ્રકશન સાઈટ પર છ બોરવેલ બનાવવામાં આવ્‍યા હતા. કોર્ટે MCDના ના ઉચ્‍ચ અધિકારીઓ અને વિસ્‍તારના SHO દ્વારા કન્‍સ્‍ટ્રકશન સાઈટનો સંયુક્‍ત સર્વે કરવાનો આદેશ આપ્‍યો છે.

કોર્ટે એવો પણ નિર્દેશ આપ્‍યો હતો કે જો સ્‍થળ પર કોઈ ગેરકાયદે બોરવેલ કાર્યરત જોવા મળે તો યોગ્‍ય કાર્યવાહી કરવામાં અધિકારીઓને આદેશ આપ્‍યો છે. કોર્ટે વધુમાં નિર્દેશ આપ્‍યો કે જો સર્વે ટીમને બંધ થઇ ગયેલા ગેરકાયદે બોરવેલ મળી આવે, તો તે કયારથી કાર્યરત હતા તે અંગે અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવે. (રર.૧૩)

(3:36 PM IST)