<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

કાલે રાહુલ ગાંધી મોડાસામાં: કોંગ્રેસમાં નવુ જોમ બક્ષવાની નેમ

ગુજરાત અધિવેશનની ફળશ્રૃતિ તરફ પ્રયાણઃ વારંવાર ચુંટણી હારેલાને ટીકીટ નહી આપવાનો મુડ : સંગઠનને પાયેથી મજબુત બનાવવાની કસરતઃ અઠવાડીયામાં બીજી વખત રાષ્‍ટ્રીય નેતા ગુજરાતમાં: સક્ષમ અને સક્રિય હોય એને જ પદની તક

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર, તા. ૧૪: તાજેતરમાં ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્‍ટ્રીય અધિવેશન યોજવામાં આવ્‍યું હતું. આ અધિવેશનમાં બે દિવસ સુધી કોંગ્રેસ પક્ષને નુકશાન કેમ થઇ રહ્યું છે તે અંગે વિસ્‍તૃત ચર્ચાઓ પણ કરવામાં આવી હતી.

આ અધિવેશનમાં ત્રણ ચાર મુદ્દાઓ વિસ્‍તૃત ચર્ચાઓ અને સૂચનો મંગાવવામાં આવ્‍યા હતા. જેમાં ખાસ કરીને નવા ચહેરાઓ અને યુવાન ચહેરાઓને સમાવવા ઉપર હાઇકમાન્‍ડે ગંભીરતાથી વિચારવા જેવી બાબત તેમજ ઇવીએમ મશીન, ઉપરાંત જે લોકો પક્ષમાં રહી ભાજપ સાથે મળી રહ્યા છે તે બાબત ગંભીર ગણી તેના પર આ અધિવેશનમાં ભાર મુકવામાં આવ્‍યો હતો.

ઉપરાંત જે લોકો બે કે તેથી વધુ વખત નાની મોટી ચૂંટણીમાં હાર્યા હોય તેવા લોકોને પણ હવે પછીના સમયમાં તક ન આપવાની બાબત પર વિચારણા કરવામાં આવી હતી. જેના પરિણામે આ અધિવેશનમાં કેટલાય નાના મોટા નેતાઓને અધિવેશનના કાર્યક્રમથી દૂર રાખવામાં આવ્‍યા હતા.

રાહુલ ગાંધી તા. ૧પ મીએ ગુજરાતની (મોડાસ) મુલાકાતે આવશે તેમ જાણવા મળે છે. તેમની આ મુલાકાત દરમ્‍યાન રાજયના તમામ જિલ્લાઓના શહેર પ્રમુખો સાથે ચર્ચા કરશે જેમાં આગામી દિવસોમાં કોંગ્રેસને કેવી રીતે પાવરફુલ બનાવવી તેની ચર્ચા પણ હાથ ધરવામાં આવે તેમ જાણવા મળે છે.

આ કાર્યક્રમાં કોંગ્રેસ પક્ષના રાષ્‍ટ્રીય પ્રમુખ મલિકા અજૂ ખડગેએ ખૂબ જ ઉંડાણથી વિચારણા કરી જે આગેવાનો કે હોદ્દેદાર પક્ષ વિરોધી કામ કરતા હશે અથવા પક્ષની આપવામાં આવેલ જવાબદારી નિષ્‍ઠાપૂર્વક નહિ નિભાવતાને પક્ષમાં રાખવામાં નહિ આવે ત્‍યાં એક નિર્દેષ પણ તેમના મંતવ્‍યમાં ઉચાર્યો હતો જેનાથી સમજુ વ્‍યકિતઓ પોતે કયાં છે અને શુ કરે છે તેના અંદાજ પણ આવ્‍યો હતો. તેમણે આગામી ટુંક સમયમાં આવનાર ચૂંટણીમાં કોંગ્રેસને તાકાતથી ઉપર લાવવા પર ભાર મુકયો હતો. હવે એ જોવાનું રહ્યું કે આ અધિવેશનમાં થયેલ ચર્ચા પરામર્શનું શું પરિણામ આવશે. (૯.૧૪)

 

(4:24 PM IST)