News of Tuesday, 15th April 2025
એપાર્ટમેન્ટનો જાળવણી ખર્ચ દર મહિને રૂ. ૭૫૦૦ થી વધુ હોય તો ૧૮ ટકા GST લાગુ પડશે
ફલેટમાં રહેનારા લોકો ખાસ વાંચજો

નવી દિલ્હી,તા.૧૫: ફ્લેટમાં રહેતા લોકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. જો તમે હાઉસિંગ સોસાયટીના જાળવણી માટે દર મહિને ૭૫૦૦ રૂપિયાથી વધુ ચૂકવો છો, તો હવે તમારે તેના પર વધુ ખર્ચ કરવો પડશે. કારણ કે સરકાર હાઉસિંગ સોસાયટીઓના જાળવણી પર ૧૮ ટકા ઞ્લ્વ્ લાદવા જઈ રહી છે.
ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સરકારે આવાસ નિયમોમાં ફેરફાર કર્યા છે. આ અંતર્ગત, જો એપાર્ટમેન્ટના જાળવણીનો ખર્ચ દર મહિને ૭,૫૦૦ રૂપિયાથી વધુ અને વાર્ષિક ૨૦ લાખ રૂપિયાથી વધુ હોય, તો તેના પર ૧૮ ટકા GST ચૂકવવો પડશે.
જોકે, જો કોઈ વ્યક્તિ હાઉસિંગ સોસાયટીમાં બે કે તેથી વધુ ફ્લેટ ધરાવે છે અને દર મહિને ૭,૫૦૦ રૂપિયાની જાળવણી રકમ ચૂકવે છે, એટલે કે કુલ ૧૫,૦૦૦ રૂપિયા, તો તેણે દરેક ફ્લેટ માટે કોઈ GST ચૂકવવો પડશે નહીં. તેમણે સમગ્ર રકમ પર GST ચૂકવવો પડશે. GST કાઉન્સિલે જાન્યુઆરી ૨૦૧૮ માં તેની ૨૫મી બેઠકમાં RWA અને હાઉસિંગ સોસાયટીઓને લાભ આપવા માટે મુક્તિ મર્યાદા ૫,૦૦૦ રૂપિયાથી વધારીને ૭,૫૦૦ રૂપિયા પ્રતિ માસ કરી હતી.
ધારો કે તમારે દર મહિને જાળવણી પાછળ ૯,૦૦૦ રૂપિયા ખર્ચ કરવા પડે છે અને આખી સોસાયટીનું વાર્ષિક ટર્નઓવર ૨૦ લાખ રૂપિયાથી વધુ છે, તો હવે તમારી પાસેથી GST તરીકે ૧,૬૨૦ રૂપિયા વધારાના લેવામાં આવશે, જેના કારણે તમારે ૯૦૦૦ રૂપિયાને બદલે દર મહિને ૧૦,૬૨૦ રૂપિયા ચૂકવવા પડશે. જોકે, ૧૮% ઞ્લ્વ્નો આ નિયમ બધા ફ્લેટ પર લાગુ થશે નહીં. આવી સ્થિતિમાં, તમારા એપાર્ટમેન્ટની સ્થિતિ તપાસવા માટે, તમે સ્થાનિક કોમર્શિયલ ટેક્સ ઓફિસમાં જઈ શકો છો અને તમારી સોસાયટીની સ્થિતિ ચકાસી શકો છો.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
