<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

જીએસટી ૩બી રીટર્નમાં વિગતો ઓટો પોપ્‍યુલેટ થવાની સુવિધા પોર્ટલ પર શરૂ

જીએસટીઆર ૧ ભરતી વેળા ભૂલ કરી તો નોટીસ પણ મળી શકે

મુંબઇ તા.૧૫: જીએસટીમાં ડુબીની વિગતો હવે. ઓટો પોપ્‍યુલેટ થવાના કારણે સુધારો કરી શકાશે નહીં. આ માટે કરદાતાએ જીએસટીઆર ૧માં સુધારો કરવો પડશે. તેના માટે એક મહિતા સુધી રાહ જોવાની સ્‍થિતી ઉભી થવાની છે. આ માટે જીએસટીઆર ૧ ભરતી વખતે ખાસ તકેદારી રાખવી પડશે. કારણ કે તેમાં નાની સરખી પણ ભુલ રહી ગઈ હશે તો સીધી જીએસટીના ૩બી રીટર્નમાં દેખાશે. જવારે કેટલીક વખત આવી મુળને કારણે નોટીસ મળવાની પણ શકયતા રહેલી છે.

એપ્રિલ માસથી જીએસટીમાં ડુબીની વિગતો ઓટો પોપ્‍યુલેટ થવાની સુવિધા કાર્યરત થઈ ગઈ છે. એટલે કે કરદાતા દ્વારા જીએસટીઆર ૧માં જે વિગતો ભરપાઈ કરી હોય તે વિગતો આપોઆપ જીએસટીના ૩બી રીટર્નમાં દેખાવાની છે. તેની સાથે સાથે કેટલા રુપિયાનો ટેક્‍સ ભરપાઈ કરવાનો થાય છે તેમજ કેટલા રુપિયાની ક્રેડિટ છે તે સહિતની વિગતો આપોઆપ જીએસટીના ૩બી રીટર્નમાં દેખાવાની છે. આ કારણોસર કરદાતા  દ્રારા જયારે પણ જીએસટીઆર ૧ ભરવામાં આવે ત્‍યારે તેમાં તમામ બિલની વિગતો પુરતી ચકાસણી કર્યા બાદ જ ભરપાઈ કરવાની રહેશે. સાથે સાથે સામેવાળા વેપારીનો જીએસટી નંબર લખતી વખતે પણ ખાસ કાળજી રાખવાની રહેશે. તેમાં એક આંકડાનો પણ તફાવત આવશે તો સામેવાળા વેપારીને તેની ક્રેડિટ દેખાશે નહીં. આવી નાની નાની બાબતમાં થયેલી ભુલ પહેલા ચલાવી લેવામાં આવતી હતી. કારણ કે કરદાતાથી થયેલી ભુલ જીએસટીના ૩બી રીટર્નમાં સુધારો કરવાનો અવકાશ આપવામાં આવતો હતો. જ્‍યારે હવેથી તમામ વિગતો ઓટો પોપ્‍યુલેટ થવાના કારણે આ સુવિધા બંધ થઈ ગઈ છે. તેમ છતાં કોઈ વેપારીથી ભુલ થઈ હશે તો ત્‍યાર પછીના મહિનામાં ભરવામાં આવતા જીએસટીઆર ૧ માં સુધારો કરી શકાશે. આ અંગે ટેક્‍સ કન્‍સલટન્‍ટ નારાયણ સમાંએ જણાવ્‍યું હતુ કે પહેલા જીએસટી ૩બી રીટર્ન ભરતી વખતે કાળજી રાખવાની રહેતી હતી. પરંતુ હવેથી જીએસટીઆર ૧ ભરતી વખતે તકેદારી રાખવાની રહેશે. જો તેમાં ભુલ કરી તો એક મહિના પછી તેમાં સુધારો થઇ શકશે.(૩૮.૭)

(10:03 AM IST)