<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

એક કરોડથી વધુના પગારદારો રાજીનામું આપે : ફાર્મા કંપની ડો. રેડ્ડીઝનું ફરમાન

કંપનીએ રપ% સુધી ખર્ચ ઘટાડવા લીધું પગલું

હૈદરાબાદ, તા. ૧પ : હૈદરાબાદ સ્‍થિત ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝ કંપનીએ પોતાનો ખર્ચ ઘટાડવા માટે મોટી સેલરી લેનારાઓને રાજીનામુ આપી દેવા જણાવ્‍યુ છે. સૂત્રોના હવાલાથી એવા દાવો કરવામાં આવ્‍યો છે કે કંપની પોતાના ખર્ચને ૨૫ ટકા સુધી ઘટાડવા માંગે છે.આ ઘટનાથી માહિતગાર સૂત્રોના અનુસાર કંપનીએ ઉકત સેલરી વાળા કર્મચારીઓ પાસેથી રાજીનામુ માંગ્‍યુ છે. કંપની દ્વારા ખર્ચને ઘટાડીને ૨૫ ટકા સુધી કરવાના આંતરિત કવાયતના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્‍યુ છે. જેમની પાસેથી રાજીનામુ માંગવામાં આવ્‍યુ છે તેઓ દરેક એક કરોડ જેટલી સેલરી મેળવે છે.કંપનીમાં ખર્ચ ઘટાડવા સાથે સંકળાયેલા આ અભિયાનની અસર તેની આરએન્‍ડડી વિભાગ પર પણ પડી રહી છે. જ્‍યાં ૫૦થી ૫૫ વર્ષના કર્મચારીઓને સ્‍વૈચ્‍છિક નિવળત્તિ લેવા માટે કહેવામાં આવ્‍યુ છે. જોકે આ વિશે કંપની દ્વારા હજુ સુધી સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.નોંધનીય છે કે ડૉ. રેડ્ડીઝના શેરનો ભાવ ગત શુક્રવારે એનએસઇ પર રૂ. ૧૬ના વધારા સાથે રૂ. ૧૧૧૦ પર બંધ આવ્‍યો હતો. (૯.૧૯)

(2:05 PM IST)