ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
અમને કોઇ મળવા નથી દેતું: સ્યુસાઈડ નોટ લખીને પાંચ બાળકોની માતાએ પ્રેમી સાથે જીવન ટૂંકાવ્યું
ઉત્તરપ્રદેશના બુલંદ શહેરમાં એક વિવાહિત મહિલા અને એના પ્રેમીએ આંબા પર લટકીને આત્મહત્યા કરી લીધી

સિકંદરાબાદ, તા.૧૫: પાંચ બાળકોની માતાએ પાડોશી ગામના એક અવિવાહિત યુવક સાથે આંબાના ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ બંને ડેડબોડી પર કબજો લઈને પોસ્ટમાર્ટમ માટે મોકલ્યા છે. યુવકના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી છે. જેમાં યુવકે મહિલાના પતિ પર તેમના પ્રેમનો વિરોધ કરવાનો અને તેમને નહીં મળવા દેવાનો આરોપ લગાવ્યો છે. સિકંદરાબાદના સીઓ પૂર્ણિમા સિંહે જણાવ્યું હતું કે મંગળવારે સવારે વિઘેપુર ગામમાં એક આંબા પર એક મહિલા અને એક યુવકનો મળતદેહ દુપટ્ટા સાથે ઝાડ પર લટકેલા મળી આવ્યા હતા. બંને મળતદેહોની ઓળખ કાકોડ પોલીસ સ્ટેશન વિસ્તારના લાડુકી હસનપુર ગામના રહેવાસી સોહનપાલના ૨૫ વર્ષીય પુત્ર મનીષ અને બાજુના ગામ નટો કી નગલાના રહેવાસી બચ્ચુની ૨૬ વર્ષીય પત્ની સપના તરીકે થઈ છે.
સીઓએ જણાવ્યું કે સપના પાંચ બાળકોની માતા છે. બંને વચ્ચે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. મનીષ મજૂરી કામ કરતો હતો. મહિલાનો પતિ બચ્ચુ પણ મજૂરી કામ કરે છે. પતિને બંને વચ્ચે ચાલી રહેલા પ્રેમ સંબંધની ખબર પડતાં બંનેના મળવા પર રોક લગાવી હતી. આ કારણે મહિલા અને તેના પ્રેમીએ સોમવારે વિઘાપુર ગામમાં સ્થિત એક આંબાના બાગમાં ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી. સીઓ પૂર્ણિમા સિંહે જણાવ્યું કે યુવક મનીષના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં લખ્યું છે કે મહિલાના પતિએ તેમને મળવાની ના પાડતા બંનેએ આત્મહત્યા કરી હતી. સીઓએ જણાવ્યું કે હજુ સુધી કોઈ પણ પક્ષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી નથી. ફરિયાદ મળ્યા બાદ રિપોર્ટ નોંધવામાં આવશે અને નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે. બંનેના મળતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર તપાસમાં જાણવા મળ્યું છે કે સપનાના લગ્ન ૧૪ વર્ષની ઉંમરે બચ્ચુ સાથે થયા હતા. સપનાને પાંચ બાળકો છે. તેને ચાર પુત્રીઓ અને એક પુત્ર છે. મોટી દીકરી દસ વર્ષની છે. બાળકો માતાને ગુમાવવાથી દુખી છે તો ગામલોકો સપના વિશે કહી રહ્યા છે કે પ્રેમમાં સપના તેના બાળકોને ભૂલી ગઈ અને તેમને એકલા મૂકીને ચાલી ગઈ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
