<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

શું અમેરિકા-ઇરાનની દુશ્‍મની ખતમ થશે?

ઇટલીમાં થઇ શકે છે દુનિયાની સૌથી મોટી ડીલઃ છેલ્લી બેઠક મસ્‍કતમાં થઇ હતી

રોમઃ તહેરાનના ઝડપથી આગળ વધતા પરમાણું કાર્યક્રમ બાબતે અમેરિકા અને ઇરાન વચ્‍ચેની વાતચીત હવે મધ્‍યપુર્વથી બહાર નીકળી ગઇ છે. ઇટલીમાં એક સુત્રએ જણાવ્‍યું કે હવે બંને દેશો વચ્‍ચે આગામી તબકકાની વાતચીત શનિવારે રોમમાં થશે. આ વાતચીત દુનીયાની સૌથી મહત્‍વની ડીલ સાબીત થઇ શકે છે.

તો, સંયુકત રાષ્‍ટ્રની પરમાણું નિગરાણી સંસ્‍થાના વડા આ અઠવાડીયે ઇરાન જશે અને કદાચ તહેરાનના પરમાણું કાર્યક્રમના નિરીક્ષણ માટે પોતાના નિરીક્ષકોની પહોંચ બહેતર બનાવવા બાબતે ચર્ચા કરશે.

ઇટલીના વિદેશ મંત્રી એન્‍ટોનીયો તજાનીએ કહયું કે બંને પક્ષો વચ્‍ચે મધ્‍યસ્‍થની ભુમીકા ભજવનાર ઓમાનના આગ્રહ પર સકારાત્‍મક પરિણામો લાવનારી બેઠકોનું સ્‍વાગત કરે છે અને આ વખતે વાત પરમાણું મુદાની છે.

દરમ્‍યાન બ્રિટને સોમવારે ઇરાન પર લગાવાયેલા પ્રતિબંધોની યાદીમાં તેના એક સંગઠન અને એક વ્‍યકિતના નામ પણ સામેલ કર્યા છે. બ્રિટને ફોકસટ્રાટ નેટવર્ક અને રવા માજીદને પ્રતીબંધીત કર્યા છે અને તેનું કારણ યુકે અથવા અન્‍ય દેશોમાં ગંભીર સંગઠીત ગુનાઓમાં મદદ કરતી ગતીવીધીઓમાં સંકળાયેલ હોવાનું જણાવાયું છે. (૩પ.૧૩)

(3:15 PM IST)