<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

પાકિસ્તાન : ટ્રક અને વાન વચ્ચે સામસામે ટક્કરમાં 10 લોકોના મોત : ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર : જુઓ વિડિયો

અકસ્માત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કરક જિલ્લામાં મુખ્ય સિંધુ હાઇવે પર લક્કી ઘુંડા ખેલ નજીક થયો

પેશાવર: મંગળવારે ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં એક ટ્રક અને પેસેન્જર વાન વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં ઓછામાં ઓછા દસ લોકો માર્યા ગયા અને આઠ ઘાયલ થયા. '૧૧૨૨ રેસ્ક્યુ'ના પ્રવક્તાએ અહીં જણાવ્યું હતું કે આ અકસ્માત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કરક જિલ્લામાં મુખ્ય સિંધુ હાઇવે પર લક્કી ઘુંડા ખેલ નજીક થયો હતો.

તેમણે કહ્યું કે માહિતી મળતાં જ પાંચ એમ્બ્યુલન્સ અને એક સહાય વાહન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યું હતું. બચાવ ટીમે બધાને બસમાંથી બહાર કાઢ્યા. પ્રવક્તાએ જણાવ્યું કે ઘાયલોને જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરે ૧૦ મુસાફરોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને મૃતકોના આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી.

 

(3:25 PM IST)