<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

કેરળમાં દારૂડિયા દુકાનદારે મહિલાને જીવતી સળગાવી

કાસરગોડ,તા.૧૬: કેરળના કાસરગોડ જિલ્લામાં એક દારૂડિયા દુકાનદારે બદલો લેવા માટે ૩૨ વર્ષીય મહિલાને આગના હવાલે કરી દીધી હતી. જેના કારણે દાઝી જવાથી મહિલાનું મોત થયું છે. આ ઘટના આઠમી એપ્રિલે બપોરે ૩:૩૦ કલાકે બની છે. પીડિતાએ આરોપી રામામળતમ સામે ફરિયાદ નોંધાવી હતી કે કે તે દારૂ પીને લોકોને પરેશાન કરે છે.

રમિથા અને રામામળતમ બંને એક જ બિલ્‍ડિંગમાં દુકાન ધરાવતા હતા. પીડિતા ત્‍યાં કરિયાણાની દુકાન ચલાવતી હતી અને બાજુમાં આરોપી ફર્નિચરની દુકાન ચલાવતો હતો. પોલીસ અધિકારીના કહેવા મુજબ પીડિતાની ફરિયાદ પછી બિલ્‍ડિંગના માલિકે રામામળતમને દુકાન ખાલી કરવાનું કહ્યું હતું. જેનાથી નારાજ થઈને રામામળતમે આઠમી એપ્રિલે પોતાની કરિયાણાની દુકાનમાં બેઠેલી રમિયા પર થિનરની બોટલ ફેંકી દીધી અને એમાં આગ લગાડી દીધી હતી.(૪૦.૧૦)

(10:18 AM IST)