News of Wednesday, 16th April 2025
માત્ર ૯૯ પૈસામાં ૨૧ એકર જમીન... આંધ્ર સરકાર TCS પર વરસી
રાજ્ય સરકાર વિશાખાપટ્ટનમને આઇટી હબ તરીકે વિકસાવવા માંગે છેઃ આ ક્રમમાં કંપનીને ઓફિસ શરૂ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે

હૈદ્રાબાદ,તા.૧૬: આંધ્રપ્રદેશ સરકારે TCS એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસને ૨૧ એકરથી વધુ જમીન લીઝ પર આપી છે. હવે આ જમીન કયા ભાવે આપવામાં આવી છે તે ચર્ચાનો વિષય બની ગયો છે. ગુરુવારે કેબિનેટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો. વાસ્તવમાં, રાજ્ય સરકાર વિશાખાપટ્ટનમને આઇટી હબ તરીકે વિકસાવવા માંગે છે. આ ક્રમમાં કંપનીને ઓફિસ શરૂ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે ૯૯ પૈસામાં વ્ઘ્લ્ ને ૨૧.૧૬ એકર જમીન લીઝ પર આપવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે. આઇટી મંત્રી નારા લોકેશ નાયડુએ જણાવ્યું હતું કે ટીસીએસ રાજ્યમાં એક વિકાસ કેન્દ્ર સ્થાપવા માટે રૂ. ૧,૩૭૦ કરોડનું રોકાણ કરશે, જે લગભગ ૧૨,૦૦૦ લોકોને રોજગારી પૂરી પાડશે. તેમણે કહ્યું છે કે આ વિશાખાપટ્ટનમને આઈટી શહેર તરીકે વિકસાવવાની શરૂઆત છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીને રુષિકોંડામાં આઇટી હિલ નંબર ૩ ખાતે સમાન સૂચક કિંમતે જમીન ભાડે આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટાટાને એટલી જ રકમમાં સાણંદમાં પ્લાન્ટ સ્થાપવાની પરવાનગી આપી હતી. મંત્રી લોકેશ ગયા વર્ષે ઓક્ટોબરમાં ટાટા કંપનીના અધિકારીઓને મળવા ગયા હતા. તે સમય દરમિયાન જમીન ઓફર કરવામાં આવી હતી.
સરકારે TCS ને આંધ્રપ્રદેશમાં એક મોટું કેન્દ્ર સ્થાપવા વિનંતી કરી હતી. અનેક રાઉન્ડની વાતચીત પછી, ૨૯ જાન્યુઆરીએ, લોકેશે માહિતી આપી હતી કે TCS ૩ થી ૪ મહિનામાં સેન્ટર સ્થાપવા જઈ રહી છે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ કેન્દ્ર કાયમી ધોરણે સ્થાપિત કરવામાં લગભગ ૨ વર્ષનો સમય લાગશે. આ સમય દરમિયાન કંપની ભાડાની જમીન પર કામ શરૂ કરશે.
રાજ્ય સરકાર ૫ વર્ષમાં ઓછામાં ઓછી ૫ લાખ નોકરીઓ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા TCS ઉપરાંત અન્ય કંપનીઓ પણ વિશાખાપટ્ટનમ પહોંચે તેવી અપેક્ષા છે.(૪૦.૭)
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
