<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

જોબ ગુમાવવાના ડરથી ફફડી રહ્યા છે અમેરિકનો!

અમેરિકનોનો આઉટલૂક નિરાશાવાદી બની રહ્યો છે અને અણધારી ફેડરલ પોલિસીસના કારણે અનિヘતિતા અને મંદીનો ડર સતાવી રહ્યો છેઃ પાંચ વર્ષ અગાઉ જ્‍યારે કોવિડ-૧૯ પેન્‍ડેમિકે સમગ્ર વિશ્વને હચમચાવી નાંખ્‍યું હતું અને ગ્‍લોબલ ઈકોનોમીને ડામાડોળ કરી દીધી હતી : આગામી વર્ષમાં જોબ ગુમાવવાની સરેરાશ સંભાવના વધીને ૧૫.૭ ટકા થઈ ગઈ છે જે ૧૨ મહિનાની સૌથી વધારે છે

ન્‍યૂયોર્ક,તા.૧૬: પાંચ વર્ષ અગાઉ જ્‍યારે કોવિડ-૧૯ પેન્‍ડેમિકે સમગ્ર વિશ્વને હચમચાવી નાંખ્‍યું હતું અને ગ્‍લોબલ ઈકોનોમીને ડામાડોળ કરી દીધી હતી. જોકે પેન્‍ડેમિકની શરૂઆતમાં અમેરિકનોએ કલ્‍પના પણ ન હતી કરી કે આગામી દિવસોમાં બેરોજગારી વધી જશે. પરંતુ હાલમાં અમેરિકનોનું માનવું છે કે દેશમાં બેરોજગારી વધવાની છે. ફેડરલ રિઝર્વ બેંક ઓફ ન્‍યૂયોર્ક દ્વારા માર્ચ મહિનામાં કરવામાં આવેલા કન્‍ઝ્‍યુમર સર્વેમાં અમેરિકામાં એક વર્ષ પછી બેરોજગારીનો દર ૪૪ ટકા પર પહોંચવાની સંભાવના વ્‍યક્‍ત કરી છે જે એપ્રિલ ૨૦૨૦ પછી સૌથી વધુ છે.

સોમવારે જાહેર કરવામાં આવેલા ન્‍યૂયોર્ક ફેડના સર્વે ઓફ કન્‍ઝ્‍યુમર એક્‍સપેક્‍ટેશનના ડેટા -માણે અમેરિકનોનો આઉટલૂક નિરાશાવાદી બની રહ્યો છે અને અણધારી ફેડરલ પોલિસીસના કારણે અનિヘતિતા અને મંદીનો ડર સતાવી રહ્યો છે. આ સર્વેમાં લોકોએ જણાવ્‍યું હતું કે, તેઓ પોતાની જોબ સિકયોરિટીને ચિંતિત છે. આગામી વર્ષમાં જોબ ગુમાવવાની સરેરાશ સંભાવના વધીને ૧૫.૭ ટકા થઈ ગઈ છે જે ૧૨ મહિનાની સૌથી વધારે છે.

ભલે સર્વેમાં અમેરિકનો પોતાની જોબને લઈને ચિંતિત હોય પરંતુ માર્ચ મહિનામાં યુએસ જોબ માર્કેટ ઘણું જ મજબૂત રહ્યું છે. જેમાં રોજગાર વળદ્ધિનો સિલસિલો ચાલું રહ્યો છે. લેબર માર્કેટે કન્‍ઝ્‍યુમર સ્‍પેન્‍ડિંગ અને ઈકોનોમિક ગ્રોથને ટેકો આપ્‍યો હતો. જોકે, તેમ છતાં વધતા જતા નિરાશાવાદી દ્રષ્ટિકોણથી લોકો પોતાના ખર્ચાઓ પર કાપ મૂકી શકે છે તે અંગેની ચિંતાઓ વધી રહી છે, જેના પરિણામે બિઝનેસ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ ઘટાડો થઈ શકે છે અને એકંદર ઈકોનોમીમાં મંદી આવી શકે છે.

હાલમાં પ્રેસિડેન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે રેસિપ્રોકલ ટેરિફ લગાવીને જે પરિસ્‍થિતિ ઊભી કરી છે તેના કારણે મોંઘવારી વધી શકે છે અને અમેરિકા જ નહીં પરંતુ વિશ્વમાં મંદી આવશે તેવી ચેતવણી આપવામાં આવી રહી છે. જેના કારણે અમેરિકનોને હવે ઈકોનોમીમાં વધારે વિશ્વાસ રહ્યો નથી. મિશિગન યુનિવર્સિટીએ શુક્રવારે જાહેર કરેલા તેના લેટેસ્‍ટ સર્વેમાં જણાવ્‍યું હતું કે, આ મહિને કન્‍ઝ્‍યુમર સેન્‍ટિમેન્‍ટ ૧૧ ટકા ઘટીને ૫૦.૮ ટકા થઈ ગયું છે. જે ૧૯૫૨ બાદ રેકોર્ડ બીજા ક્રમનું સૌથી ઓછું રીડિંગ છે. એપ્રિલ મહિનાનું આ રીડિંગ ગ્રેટ રિસેશન એટલે કે મહામંદી દરમિયાન જોવા મળેલા રીડિંગ કરતાં પણ ઓછું છે. ટ્રમ્‍પના ટેરિફ વળગણે મોંઘવારીનો ખતરો વધારી દીધો છે અને મંદીના પણ ડાકલા વગાડી દીધા છે. સર્વેના ડિરેક્‍ટર જોઆન શુ એ જણાવ્‍યું હતું કે, વર્ષ દરમિયાન ટ્રેડ વોરની સંભાવનાઓના કારણે લોકોની ચિંતાઓ વધી ગઈ છે અને ડિસેમ્‍બર ૨૦૨૪થી કન્‍ઝ્‍યુમર સેન્‍ટિમેન્‍ટમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે.(૪૦.૨)

(10:23 AM IST)