News of Wednesday, 16th April 2025
બેકાબુ સીટી બસ ‘કાળ' બનીઃ ૪ના મોત-૪ને ઇજા : જુઓ વિડિયો
કોટેચા ચોકથી ઇન્દિરા સર્કલ તરફના રસ્તે સિગ્નલ ખુલ્યું ત્યારે વાહનો ધીમે ધીમે આગળ વધ્યા તે સાથે જ પાછળથી અચાનક બસ ધસી આવીઃ રમકડાની જેમ વાહનો ફંગોળાયાઃ અરેરાટી ઉપજાવતાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યાઃ ગાંધીગ્રામ પોલીસે બસચાલક સામે ગુનો નોંધ્યો : બસનો ડ્રાઇવર રતનપરનો ૩૫ વર્ષિય શીશુપાલસિંહ રાણા નશો કરેલો હતો કે બ્રેક ફેઇલ થઈ તેની તપાસઃ લોહીના સેમ્પલ લેવાયા ટોળાએ બેફામ ધોલધપાટ કરતાં સારવાર હેઠળઃ કાર, ટુવ્હીલરો સહિતના વાહનો ઠોકરે ચડયાઃ બંબાટ સ્પીડથી બસ નીકળી હતીઃ રોષે ભરાયેલા ટોળાએ બસમાં તોડફોડ કરીઃ ટોળુ બેકાબૂ બનતાં હળવો લાઠીચાર્જઃ ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, ધારાસભ્યને લોકોએ ઘેરી લીધા : લોકોના ટોળાએ પોલીસને પણ ઘેરી લીધીઃ સીટી બસો બંધ કરાવવા સુત્રોચ્ચાર કર્યાઃ ટોળા વિખેરવા પોલીસનો હળવો બળપ્રયોગ :બેફામ સ્પીડે દોડતી બસો સહિતના વાહનો સામે પ્રજાનો પ્રચંડ રોષ

ગોઝારો અકસ્માતઃ શહેરના ઇન્દિરા સર્કલ પાસે સિગ્નલ ખુલતાં જ પાછળથી ધસી આવેલી સીટી બસના ચાલકે એક સાથે સાતથી આઠ વાહનોને ઉલાળી દેતાં ઘટના સ્થળે જ એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હતાં અને પાંચથી સાત લોકોને ઇજા પહોંચતા કલ્પાંત સર્જાયો હતો અને દેકારો મચી ગયો હતો. લોકોના ટોળા રોષ સાથે રોડ પર આવી ગયા હતાં અને ચક્કાજામ કરી દીધો હતો. બનાવને પગલે પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ, એસઓજી, ક્રાઇમ બ્રાંચ, એલસીબી, પોલીસ સ્ટેશનોની ટીમોએ ઘટના સ્થળે પહોંચી ટોળા વિખેરવા કાર્યવાહી કરી હતી. જો કે ટોળુ વધુ આક્રમક થતાં પોલીસને લાઠી ચાર્જ કરવો પડયો હતો. ઘટના સ્થળે મૃતદેહો, લોકોના ટોળા, રોષભેર એકઠા થયેલા લોકો, ઘટના સ્થળે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સહિતના અધિકારીઓ, અકસ્માત સર્જનાર બસ, ઠોકરે ચડેલી કાર તથા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલ બસનો ચાલક તથા અન્ય એક વાહનચાલક તથા નીચેની તસ્વીરોમાં સીસીટીવી ફૂટેજના દ્રશ્યો જોઇ શકાય છે જેમાં કઇ રીતે બસ વાહનનોને ઉલાળીને ભાગી તે જોઇ શકાય છે. ઘટના સ્થળે પોલીસની ટીમો મૃતદેહોને હોસ્પિટલે ખસેડવા કામે લાગી હતી તે દ્રશ્યો તથા બનાવની જાણ થતાં પહોંચેલા ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ તથા અન્ય તસ્વીરમાં એક મૃતકના સ્વજન વિલાપ કરતાં અને એક તસ્વીરમાં મૃતદેહ જોઇ શકાય છે. ઇન્સેટ તસ્વીરમાં બસનો ડ્રાઇવર શીશુપાલસિંહ રાણા (ઓક્સિજન માસ્ક સાથે) તથા બસની ઠોકરે ચડનાર એક વાહનચાલક વિશાલ મકવાણા જોઇ શકાય છે. લોકના ટોળાએ ઇન્દિરા સર્કલના ચારેય તરફના રસ્તા જામ કરી દીધા હતાં. ફોટોઃ સંદિપ બગથરીયા-અભીજીત બગથરીયા) (૧૪.૯)
રાજકોટ તા. ૧૬: શહેરના યુનિવર્સિટી રોડ ઇન્દિરા સર્કલ પાસે સવારના પ્હોરમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં બે મહિલા અને બે યુવાનના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. કોટેચા ચોકથી ઇન્દિરા સર્કલના રસ્તે જવા વાહનચાલકો સિગ્નલ બંધ હોવાથી ઉભા હતાં અને સિગ્નલ ખુલ્યું ત્યારે ધીમે ધીમે વાહનચાલકો રવાના થયા એ સાથે જ અચાનક બંબાટ ઝડપથી પાછળથી સીટી બસ ‘કાળ' બનીને ધસી આવી હતી અને સાત આઠ વાહનોને રમકડાની જેમ ઉલાળી દીધા હતાં. આગળ આ બસ એક કાર પાછળ અથડાઇને ઉભી રહી ગઇ હતી. આ અકસ્માતમાં એક મહિલા, બે યુવાનના ઘટના સ્થળે જ મોત થયા હતાં અને એક મહિલાએ ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને બસમાં ભારે તોડફોડ કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ધારાસભ્ય સહિતના ઘટના સ્થળે પહોંચતા ટોળાએ ઘેરી લઇ આક્રોશ સાથે રજૂઆત કરી હતી. એક તબક્કે ટોળાને વિખેરવા પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડયો હતો. આ અકસ્માતમાં બાળકી સહિત ચારને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતાં.
આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ સવારે યુનિવર્સિટી રોડ ઇન્દિરા સર્કલ પાસે સિગ્નલ બંધ હોઇ કોટેચા ચોકથી ઇન્દિરા સર્કલ તરફ જવા માટે વાહનચાલકો સિગ્નલ ખુલવાની રાહમાં હતાં. સિગ્નલ ખુલ્યું અને વાહનચાલકો ધીમે ધીમે રવાના થયા ત્યાં જ પાછળથી અચાનક બેફામ સ્પીડથી સીટી બસ નંબર જીજે૦૩બીઝેડ-૪૬૬ ધસી આવી હતી અને સિગ્નલ ખુલતાં ધીમે ધીમે આગળ વધી રહેલા ટુવ્હીલરોને રમકડાની જેમ ઉલાળી દીધા હતાં. છ સાત વાહનો આ રીતે ઠોકરે ચડી જતાં દેકારો મચી ગયો હતો. એ પછી બસ આગળ વધી એક કાર પાછળ ધડાકાભેર અથડાઇને ઉભી રહી ગઇ હતી. આ ગોઝારા અકસ્માતમાં કાળ બનેલી સીટી બસની ઠોકરે આવી ગયેલા એક મહિલા અને બે યુવાનના ઘટના સ્થળે જ મોત નિપજતાં લોકરોષ ફાટી નીકળ્યો હતો.
ટોળાએ બસચાલક ભાગે એ પહેલા જ દબોચી લઇ ધોલધપાટ કરી હોવાની ચર્ચા છે. તેને સારવાર માટે ખસેડાયો હતો. અર્ધબેભાન જેવો થઇ ગયો હોઇ ઓક્સિજન આપવાનું ચાલુ કરાયું હતું. સીટી બસના ચાલકે પોતાનું નામ શિશુપલાસિંહ દિલુભા રાણા (ઉ.વ.૩૫-રહે. રતનપર સદ્દગુરૂનગર, સોસાયટી મોરબી રોડ રાજકોટ) જણાવ્યું હતું. તેમજ બસની બ્રેક ફેઇલ થઇ જવાથી અકસ્માત સર્જાયાનું રટણ કર્યુ હતું. ઘટના સ્થળે જ ત્રણના મોત થયા હોઇ લોકોના ટોળા મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતાં અને સીટી બસ બંધ કરાવો એવા સુત્રોચ્ચાર ચાલુ કર્યા હતાં. બનાવની જાણ થતાં પોલીસ કન્ટ્રોલ રૂમે ઉચ્ચ અધિકારીઓને વાકેફ કરતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરી તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ, એસઓજી, એલસીબી અને બીજા પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને ટોળાને શાંત પાડવા પ્રયાસ કર્યા હતાં.
જો કે એક તબક્કે ટોળુ બેકાબુ બની જશે તેવું લાગતાં પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડયો હતો. મૃતદેહોને સિવિલ હોસ્પિટલે ખસેડી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. એકઠા થયેલા લોકોના ટોળાએ ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ, ધારાસભ્ય ડો. દર્શનાબેન શાહ સહિતને ઘેરી લઇ બસ ચાલક સામે આકરી કાર્યવાહીની માંગણી કરી હતી. પોલીસ કમિશનરે જવાબદાર સામે યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપતાં ટોળા શાંત પડયા હતાં. આ ઘટનામાં
આ ગોઝારા અકસ્માતમાં જેમના મૃત્યુ થયા છે તેમાં રાજુભાઇ મનુભાઇ ગીડા (ઉ.વ.૩૫-રહે. ૮૦ ફુટ રોડ સત્યમ્ પાર્ક-૧), ચિન્મયભાઇ (લાલાભાઇ) હર્ષદરાય ભટ્ટ (ઉ.વ.૨૫-રહે. હાથીખાના-૧), કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ (ઉ.વ.૪૭-રહે. કાલાવડ રોડ કોટેચા ચોક, શાંતિ નિકેતન કોલોની બી-૧૮) તથા સંગીતાબેન બેલબહાદુર (ધનરાજ) ચોૈધરી-નેપાળી (ઉ.વ.૪૦-રહે. અક્ષર માર્ગ, એડમ સલૂન પાસે)નો સમાવેશ થાય છે.
જ્યારે ઇજાગ્રસ્તોમાં મૃતક રાજુભાઇ સાથે રહેલી તેમની ભાણેજ વિરાજબા મહાવીરસિં ખાચર (ઉ.વ.૮)ને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યારે વિશાલ રાજેશભાઇ મકવાણા (ઉ.વ.૨૮-રહે. રાજમોતી મીલ પાસે ભાવનગર રોડ), સુરજ ધર્મેશભાઇ (ઉ.વ.૪૨-રહે. મેટોડા પાસે) અને નેહાબેન કક્કડ (રહે-રહે. શાંતિ નિકેતન કોલોની બી-૧૮, કોટેચા ચોક)નો સમાવેશ થાય છે. સુરજ અને વિશાલને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યારે નેહાબેનને અન્ય હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.
આ બનાવને પગલે ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરી હેઠળ સીટી બસના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા કાર્યવાહી કરવામાં આવી હતી. ઘટનામાં ઘાયલ થયેલાઓની અને સીટી બસના ચાલકની ખબર પુછવા પોલીસ કમિશનર, ધારાસભ્ય સહિતના સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં. બસ ચાલક શીશુપાલસિંહ રાણાએ એવુ રટણ કર્યુ હતું કે બસની બ્રેક અચાનક ફેઇલ થઇ ગઇ હતી, પોતે બસને ઉભી રાખવા પ્રયાસ કર્યો હતો પણ તે શક્ય બન્યું નહોતું. જો કે તેણે નશો કર્યો હોવાની ચર્ચા વહેતી થઇ હોઇ પોલીસે તેના બ્લડ સેમ્પલ લેવડાવી તપાસ કરાવવા તજવીજ કરી હતી. બસની બ્રેક ફેઇલ થઇ હતી કે કેમ? તે જાણવા તપાસ હાથ ધરાઇ હતી. પ્રાથમિક તબક્કે એવુ બહાર આવ્યું હતું કે બસચાલકની એક્સીલેટર પર પગ મુકાઇ ગયા બાદ બસની સ્પીડ વધી ગઇ હતી અને બાદમાં તેનાથી બસ કાબુમાં રહી નહોતી અને અકસ્માત સર્જાયો હતો.
આ બનાવમાં પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારોમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે. સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં. (૧૪.૭)
સીટી બસના ચાલકો બેફામ સ્પીડથી બસ હંકારે છે, તેને કાબુમાં લોઃ લોકોનો આક્રોશ
બસ જો અલ્ટો સાથે અથડાઇને ઉભી ન રહી હોત તો બીજા પણ ઠોકરે ચડયા હોત
ઞ્જ સીટી બસ કાળ બનીને ત્રાટકતાં ચાર લોકોના મૃત્યુ થયાની ગોઝારી ઘટનાને પગલે ઘટના સ્થળે એકઠા થયેલા લોકોના ટોળાએ રોષપુર્વક રજૂઆત કરી હતી કે સીટી બસના ચાલકે બેફામ સ્પીડથી બસ હંકારતા હોય છે. બસની ગતિને કાબુમાં લેવી જરૂરી છે. જો બસ આગળ જઇ રહેલી અલ્ટો કાર પાછળ અથડાઇને ઉભી ન રહી હોત તો હજુ બીજા પણ કેટલાય વાહનો, લોકો અડફેટે આવી ગયા હોત. તેમ ઘટના સ્થળે લોકો કહી રહ્યા હતાં.
એક્સીલેટર દબાઇ જતાં ડ્રાઇવરે કાબુ ગુમાવ્યાની શક્યતાઃ ડીસીપી જગદીશ બાંગરવા
અકસ્માતના પ્રાથમિક તારણ અંગે ડીસીપી જગદીશ બાંગરવા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે બસના ડ્રાઇવરથી ભુલથી એક્સીલેટર પગ મુકાઇ જતાં અને બાદમાં કાબુ ન રહેતાં બસે ફુલ સ્પીડ પકડી લીધી હતી. જેથી હેબતાઇ ગયેલા ડ્રાઇવરથી બસ કન્ટ્રોલ નહિ થયાનું સમજાઇ રહ્યું છે. ચાલક પાસે ડ્રાઇવીંગ લાયસન્સ છે, છતાં વિશેષ તપાસ યથાવત રખાઇ છે.
૪ હતભાગી મૃતકોના નામ
(૧) રાજુભાઇ મનુભાઇ ગીડા (ઉ.વ.૩૫-રહે. ૮૦ ફુટ રોડ સત્યમ્ પાર્ક) (રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં ઓડિટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં હતાં)
(૨) ચિન્મયભાઇ (લાલાભાઇ) હર્ષદરાય ભટ્ટ (ઉ.વ.૨૫-રહે. હાથીખાના-૧) (સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતાં હતાં)
(૩) સંગીતાબેન બેલબહાદુર ચોૈધરી-નેપાળી (ઉ.વ.૪૦-રહે. અક્ષર માર્ગ એડમ સલૂન પાસે) (ઇન્દિરા સર્કલ પાસે બ્યુટી સલૂનમાં નોકરી કરતાં હતાં)
(૪) કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ (ઉ.વ.૫૬-રહે. શાંતિ નિકેતન કોલોની બી-૧૮, કોટેચા ચોક) (પુત્રવધુ સાથે યુનિવર્સિટી રોડના સ્વીમિંગ પૂલમાં જવા નીકળ્યા હતાં)
જેને ઇજા થઇ તેઓના નામ
(૧) વિશાલ રાજેશભાઇ મકવાણા (ઉ.વ.૨૮-રહે. રાજમોતી મીલ પાસે ભાવનગર રોડ, લાદી કામ કરવા જવા નીકળ્યો હતો)
(૨) સુરજ ધર્મેશભાઇ (ઉ.વ.૪૨-રહે. મેટોડા પાસે, મૃતક નેપાળી મહિલાનો કુટુંબી ભાઇ થાય છે, બહેનને મુકવા જતો હતો)
(૩) વિરાજબા મહાવીરસિંહ ખાચર (ઉ.વ.૮-રહે. બોટાદ, હાલ રાજકોટ મામા (મૃતક રાજુભાઇ ગીડા)ને ત્યાં વેકેશન કરવા આવી હતીઃ મામા સાથે બાઇકમાં બેઠી હતી-ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
(૪) નેહાબેન જીતભાઇ કક્કડ (રહે-રહે. શાંતિ નિકેતન કોલોની બી-૧૮, કોટેચા ચોક) (મૃત્યુ પામનાર કિરણબેનના પુત્રવધુ છે, તે સાસુમાને લઇ સ્વીમિંગ પૂલમાં જઇ રહ્યા હતાં)
સીટી બસના ચાલકો બેફામ સ્પીડથી બસ હંકારે છે, તેને કાબુમાં લોઃ લોકોનો આક્રોશ
બસ જા અલ્ટો સાથે અથડાઇને ઉભી ન રહી હોત તો બીજા પણ ઠોકરે ચડ્યા હોત
સીટી બસ કાળ બનીને ત્રાટકતાં ચાર લોકોના મૃત્યુ થયાની ગોઝારી ઘટનાને પગલે ઘટના સ્થળે ઍકઠા થયેલા લોકોના ટોળાઍ રોષપુર્વક રજૂઆત કરી હતી કે સીટી બસના ચાલકે બેફામ સ્પીડથી બસ હંકારતા હોય છે. બસની ગતિને કાબુમાં લેવી જરૂરી છે. જા બસ આગળ જઇ રહેલી અલ્ટો કાર પાછળ અથડાઇને ઉભી ન રહી હોત તો હજુ બીજા પણ કેટલાય વાહનો, લોકો અડફેટે આવી ગયા હોત. તેમ ઘટના સ્થળે લોકો કહી રહ્ના હતાં.
ઍક્સીલેટર દબાઇ જતાં ડ્રાઇવરે કાબુ
ગુમાવ્યાની શક્યતાઃ
ડીસીપી જગદીશ બાંગરવા
અકસ્માતના પ્રાથમિક તારણ અંગે ડીસીપી જગદીશ બાંગરવા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે બસના ડ્રાઇવરથી ભુલથી ઍક્સીલેટર પગ મુકાઇ જતાં અને બાદમાં કાબુ ન રહેતાં બસે ફુલ સ્પીડ પકડી લીધી હતી. જેથી હેબતાઇ ગયેલા ડ્રાઇવરથી બસ કન્ટ્રોલ નહિ થયાનું સમજાઇ રહ્નાં છે. ચાલક પાસે ડ્રાઇવીંગ લાયસન્સ છે, છતાં વિશેષ તપાસ યથાવત રખાઇ છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
