News of Wednesday, 16th April 2025
૩ દિવસની બાળકીના નિકાહ કરાવ્યાઃ ૬ વર્ષની થતા પતિ લેવા પહોંચી ગયો!
દીકરીને મારવી એ પક્ષીઓને મારવા જેવું, સોશિયલ મીડિયા પર એક ૬ વર્ષની નાની બાળકીની એવી કહાની વાયરલ થઈ છે, જે તમને હલબલાવી નાખશે :સૌથી દુઃખદ વાત એ હતી કે આ દુઃખ છોકરીને બીજા કોઈએ નહીં પણ તેના પોતાના પિતાએ આપ્યું હતું, પિતાને આનો કોઈ અફસોસ નહોતો

નવી દિલ્હી, તા.૧૬: છોકરી હોવું સરળ નથી. જો તમને લાગે છે કે છોકરીઓની સ્થિતિ ફક્ત ભારતમાં જ ખરાબ છે તો તમે ખોટા છો. દુનિયામાં ઘણા દેશો એવા છે જ્યાં છોકરી હોવુંએ પાપથી ઓછું નથી. આ વાત જન્મ પછી જ સમજાય છે. ખાસ કરીને મુસ્લિમ દેશોમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે. અહીં ફક્ત મહિલાઓ અને છોકરીઓ પર અત્યાચાર જ ગુજારવામાં આવતો નથી , પરંતુ ત્રણ દિવસના માસૂમ બાળકોને પણ બક્ષવામાં આવતા નથી.
સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેને જોયા પછી તમારું લોહી ઉકળી ઉઠશે. એક પિતાએ પોતાની ત્રણ દિવસની નન્હી પરીના નિકાહના કબૂલાત જે બેશરમીથી કરી, તેણે બધાને ચોંકાવી દીધા. સૌથી નવાઈની વાત એ છે કે ત્રણ દિવસની દીકરી છ વર્ષની થતાં જ પિતા તેને તેના પતિને સોંપવા સંમત થયા. જ્યારે પિતાને પૂછવામાં આવ્યું કે જો તેમની પુત્રી આ લગ્ન માટે સંમત ન થાય તો શું થશે. આના જવાબમાં તેમણે જે જવાબ આપ્યો તે તમારું લોહી ઉકળી જશે.
આ વાયરલ વીડિયોમાં એક પિતા તેના જમાઈ અને એક મૌલવી સાથે બેઠા જોવા મળ્યા. તેમની સામે એક જર્નાલિસ્ટ બેસી હતી. આ મહિલાને માહિતી મળી કે ત્યાં છ વર્ષની છોકરીના લગ્ન થઈ રહ્યા છે. જ્યારે તેણે તેના પિતાને આ વિશે પૂછયું, ત્યારે તેમણે કહ્યું કે છોકરીના લગ્ન ફક્ત ત્રણ દિવસમાં જ થઈ ગયા છે. એટલે કે, તેના જન્મના ત્રીજા દિવસે જ તેના લગ્ન થયા. હવે તે છ વર્ષની થઈ ગઈ છે, તેને તેના પતિ સાથે મોકલવામાં આવી રહી છે.
આટલની નાની બાળકીના નિકાહની વાત મહિલા પત્રકારને પણ ઝકઝોર કરી નાખી. જ્યારે તેણે પૂછયું કે જો છોકરી મોટી થયા પછી ભણવાની ઇચ્છા વ્યક્ત કરે અથવા આ નિકાહ સ્વીકારવાનો ઇનકાર કરે તો શું થશે? આના પર પિતાએ તેને મારી નાખવાનો ઈશારો કર્યો. તેમણે વધુમાં કહ્યું કે દીકરીને મારવી એ પક્ષીઓને મારવા જેવું છે. તેમને કોઈ ફરક પડતો નથી. તેના લગ્ન થઈ ગયા છે અને તેણે તે સ્વીકારવું જ પડશે. (રર.૬)
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
