News of Wednesday, 16th April 2025
છત્તીસગઢઃ કોંડાગાંવ-નારાયણપુર બોર્ડર પર એન્કાઉન્ટરઃ બે નક્સલીઓના મોતઃ શસ્ત્રો જપ્તઃસર્ચ ઓપરેશન શરૂ
બંને નક્સલી પર હતું લાખોનું ઈનામ : સુરક્ષા દળોને મળી સફળતા

કોંડાગાંવ, તા.૧૬: કોંડાગાંવ-નારાયણપુર સરહદ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષા દળોને સફળતા મળી છે. બસ્તરના આઈજી પી સુંદરરાજે જણાવ્યું હતું કે એન્કાઉન્ટરમાં બે કટ્ટર નક્સલીઓ માર્યા ગયા છે. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર પછી, સુરક્ષા દળોએ એક AK-47 બંદૂક અને બે મળતદેહ જપ્ત કર્યા. આઈજીએ જણાવ્યું કે આ એન્કાઉન્ટર પછી, વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ એન્કાઉન્ટર ત્યારે થયું જ્યારે સુરક્ષા કર્મચારીઓની એક સંયુક્ત ટીમ નક્સલ વિરોધી કાર્યવાહી પર નીકળી રહી હતી. એન્કાઉન્ટર પછી, સુરક્ષા દળોએ એક AK-47 બંદૂક અને બે મળતદેહ જપ્ત કર્યા.
તેમણે કહ્યું કે કોંડાગાંવ, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને બસ્તર ફાઇટર્સના રાજ્ય પોલીસના બંને એકમોના કર્મચારીઓ આ કામગીરીમાં સામેલ હતા. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં બે નક્સલીઓના મળતદેહ, એક AK-47 રાઇફલ અને અન્ય હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા છે.
બસ્તર રેન્જના આઈજીએ જણાવ્યું કે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ ખતરનાક માઓવાદી કમાન્ડર હલદર અને માઓવાદીઓના પૂર્વ બસ્તર વિભાગના સભ્ય રામે તરીકે થઈ છે.
હલદર અને રામે પર અનુક્રમે ૮ લાખ રૂપિયા અને ૫ લાખ રૂપિયાનું ઇનામ હતું. આ નવીનતમ કાર્યવાહી સાથે, આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં વિવિધ એન્કાઉન્ટરમાં ૧૪૦ નક્સલીઓ માર્યા ગયા છે. આમાંથી ૧૨૩ લોકો બસ્તર વિભાગમાં માર્યા ગયા હતા, જેમાં નારાયણપુર અને કોંડાગાંવ સહિત સાત જિલ્લાઓનો સમાવેશ થાય છે
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
