<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

સીટી બસે રમકડાની જેમ વાહનોને ઉલાળ્‍યા-અરેરાટી ઉપજાવતાં સીસીટીવી ફૂટેજના દ્રશ્‍યો: જુઓ વિડિયો

 

ચાર લોકોના ભોગ લેનારી ગોઝારી ઘટનામાં ટ્રાફિક સિગ્નલ પર કઇ રીતે ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ અરેરાટી ઉપજાવે તેવા છે. સિગ્નલ ખુલતાં વાહનો ધીમે ધીમે આગળ રવાના થયા એ સાથે જ સીટી બસ પાછળથી પુરપાટ ઝડપે ધસી આવી હતી વાહનોને રમકડાની જેમ ઉલાળી દીધા હતાં. જેમાં ત્રણ લોકોના ઘટના સ્‍થળે અને એકનું હોસ્‍પિટલમાં મૃત્‍યુ થયું હતું. સીસીટીવી ફૂટેજના દ્રશ્‍યો જોઇ શકાય છે

(3:51 PM IST)