<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

ભારે કરી સગી માસીના પ્રેમમાં પાગલ થયો ભાણેજઃ ૪ વર્ષ સુધી ચાલતું રહ્યું ઈલૂ-ઈલૂઃ

આંબેડકરને સાક્ષી માની લગ્ન કર્યા કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે, જ્‍યારે તે થાય છે, તો ઉંમર, સંબંધ આ બધું જ ભૂલી જાય છે

ભાગલપુર તા.૧૬: કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે, જ્‍યારે તે થાય છે, તો ઉંમર, સંબંધ આ બધું જ ભૂલી જાય છે. ભાગલપુરના નવગછિયામાં લગ્નનો એક એવો કિસ્‍સો સામે આવ્‍યો છે, જેને સાંભળીને તમને હસવું રોકી શકશો નહીં. હકીકતમાં જોઈએ તો, બિહારના ભાગલપુરના સુપૌલનો એક યુવક પોતાની માસીના -ેમમાં એટલો પાગલ થઈ ગયો કે, તેણે લગ્ન કરી લીધા.

હકીકતમાં જોઈએ તો, નવગછિયાના આ પ્રેમી કપલે અનોખી રીતે લગ્ન કર્યા છે. જેની ચર્ચા આખા વિસ્‍તારમાં આગની માફક ફેલાઈ ગઈ. હકીકતમાં જોઈએ તો, સુપૌલ જિલ્લાના રહેવાસી દેવનારાયણ કુમારના દીકરા સુનીલ કુમારની અહીં વાત થઈ રહી છે. જ્‍યારે છોકરીની ઓળખ નવગછિયાના ભવાનીપુરના મથુરાપુર ગામની રહેવાસી મુસ્‍કાન કુમારી તરીકે થઈ છે.

બંને સંબંધોમાં માસી અને દીકરો લાગે છે. બંનેની વચ્‍ચે છેલ્લા ૪ વર્ષથી અફેર ચાલી રહ્યું હતું. પણ અંતે બંનેએ સોમવારે ભવાનીપુરમાં ડો. ભીમરાવ આંબેડકરની તસવીરને સાક્ષી માનીને લગ્ન કરી લીધા. ત્‍યારબાદ આ લગ્ન ચર્ચાનો વિષય બન્‍યો.

હકીકતમાં જોઈએ તો, સુપૌલના રહેવાસી સુનીલે લોકલ ૧૮ને જણાવ્‍યું કે, ૅમારી મામીનું ઘર નારાયણપુરમાં છે. હું અહીં આવતો જતો હતો. આ દરમિયાન માસી સાથે પ્રેમ થઈ ગયો. બંને મળવા લાગ્‍યા. પણ આ લગ્ન માટે પરિવાર રાજી નહોતો. લગ્ન બાદ પરિવારે જણાવ્‍યું તો તેઓ માની ગયા. હવે બંને ખુશી ખુશી રહેશે. બંનેએ આ વાત કહી કે પરિવારવાળાને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય.ૅ

સુનીલે જણાવ્‍યું કે, જ્‍યારે પરિવારના લોકો નહોતા માન્‍યા તો બંને ઘરેથી ૯ એપ્રિલના રોજ ઘરેથી ભાગી ગયા હતા. ૧૦ એપ્રિલના રોજ ગુમ થવાની ફરિયાદ નોંધાઈ. ત્‍યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. છોકરીના પરિવારના લોકો પણ હાલમાં રાજી થઈ ગયા છે, જે બાદ ડો. ભીમરાવ આંબેડકરને સાક્ષી માનીને બંનેએ લગ્ન કરી લીધા.

(11:20 AM IST)