<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

પોલીસમાં મહિલા અધિકારીઓની ભારે અછતઃ ફક્‍ત ૯૬૦ લેડી IPS

ઈન્‍ડિયા જસ્‍ટિસ રિપોર્ટ-૨૦૨૫ નામના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો ૮૯ ટકા મહિલાઓ સૌથી નીચલા સ્‍તરે કામ કરી રહી છે જ્‍યારે માત્ર ૦૮ ટકા મહિલાઓ અધિકારી પદ પર છે

નવી દિલ્‍હી તા.૧૬: ઈન્‍ડિયા જસ્‍ટિસ રિપોર્ટ-૨૦૨૫ નામના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ, દેશમાં પોલીસ વિભાગમાં મહિલા અધિકારીઓની ભારે અછત છે. રિપોર્ટમાં જણાવાયું છે કે હાલમાં દેશમાં માત્ર ૯૬૦ મહિલા આઇપીએસ અધિકારીઓ છે. આ ઉપરાંત, કોન્‍સ્‍ટેબલ અને હેડ કોન્‍સ્‍ટેબલના પદો પર ૨૪,૩૨૨ નોન-આઈપીએસ, ૧૦૦૩ ડેપ્‍યુટી એસપી અને ૨.૧૭ લાખથી વધુ મહિલાઓ નિયુક્‍ત છે. રિપોર્ટ મુજબ, ૮૯ ટકા મહિલાઓ સૌથી નીચલા સ્‍તરે કામ કરી રહી છે જ્‍યારે માત્ર ૦૮ ટકા મહિલાઓ અધિકારી પદ પર છે.

ઇન્‍ડિયા જસ્‍ટિસ રિપોર્ટ-૨૦૨૫ મુજબ, પોલીસ વિભાગમાં મહિલા અધિકારીઓની સંખ્‍યા પુરુષ અધિકારીઓ કરતા ઓછી છે. દેશમાં કુલ પોલીસકર્મીઓની સંખ્‍યા ૨૦.૩ લાખ છે. તેમાંથી માત્ર ૨.૪૨ લાખ મહિલા પોલીસ કર્મચારીઓ છે. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે પોલીસ વિભાગમાં અધિકારીઓના સ્‍તરે ૨૮ ટકા જગ્‍યાઓ ખાલી છે. આ ઉપરાંત કોન્‍સ્‍ટેબલ સ્‍તરે ૨૧ ટકા જગ્‍યાઓ ખાલી છે.

આ અહેવાલ ન્‍યાય વ્‍યવસ્‍થાના ચાર સ્‍તંભો પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે, એટલે કે, પોલીસ, ન્‍યાયતંત્ર, જેલ અને કાનૂની સહાય. કર્ણાટક બીજી વખત રિપોર્ટમાં ટોચ પર રહ્યું છે, જ્‍યારે આંધ્રપ્રદેશ બીજા સ્‍થાને છે. આ ઉપરાંત, તેલંગાણા ત્રીજા સ્‍થાને, કેરળ ચોથા સ્‍થાને અને તમિલનાડુ પાંચમા સ્‍થાને છે.

ન્‍યાયતંત્રની સ્‍થિતિ અંગે, ઇન્‍ડિયા જસ્‍ટિસ રિપોર્ટ-૨૦૨૫માં જણાવાયું છે કે ૧૪૦ કરોડની વસ્‍તી માટે, ફક્‍ત ૨૧,૨૮૫ ન્‍યાયાધીશો કાર્યરત છે, જે સરેરાશ ૧૦ લાખ વસ્‍તી દીઠ ૧૫ ન્‍યાયાધીશો થાય છે, જ્‍યારે ૧૯૮૭ના કાયદા પંચે ૧૦ લાખ વસ્‍તી દીઠ ૫૦ ન્‍યાયાધીશોની ભલામણ કરી હતી.

રિપોર્ટ મુજબ, હાલમાં હાઈકોર્ટ અને ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટમાં જગ્‍યાઓ ખાલી છે. હાઈકોર્ટમાં ૩૩ ટકા અને ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટમાં ૨૧ ટકા જગ્‍યાઓ ખાલી છે. આ ઉપરાંત, સુ-ીમ કોર્ટમાં મહિલા ન્‍યાયાધીશોની સંખ્‍યા કુલ ન્‍યાયાધીશોના માત્ર ૬ ટકા છે. હાઈકોર્ટમાં ૧૪ ટકા મહિલા ન્‍યાયાધીશો અને જિલ્લા અદાલતોમાં ૩૮ ટકા મહિલા ન્‍યાયાધીશો છે.

(11:21 AM IST)