News of Wednesday, 16th April 2025
રાહુલ ગાંધી ગુજરાતની બે દિવસીય મુલાકાતે :મોડાસામાં સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક શરૂ
બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, મધુસુદન મિસ્ત્રી સહિત સ્થાનિક નેતાઓ ઉપસ્થિત: સ્વામીનારાયણ મંદિર ખાતે 1200 જેટલા બુથ કાર્યકરો સાથે સંવાદ કરશે

અમદાવાદ :કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે પ્રવાસના બીજા દિવસે 16 એપ્રિલ 2025ના રોજ તેઓ મોડાસા પહોંચ્યા છે. મોડાસામાં સર્કિટ હાઉસ ખાતે તેમણે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક શરૂ કરી છે.
રાહુલ ગાંધી દ્વારા મોડાસા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરવામાં આવી છે. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, મધુસુદન મિસ્ત્રી સહિત સ્થાનિક નેતાઓ ઉપસ્થિત છે. આ બેઠક બાદ રાહુલ ગાંધી મોડાસા સ્વામીનારાયણ મંદિર ખાતે પહોંચશે. જ્યાં 1200 જેટલા બુથ કાર્યકરો સાથે સંવાદ કરવામાં આવશે.
મોડાસા ખાતેની બેઠક અંગે ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, મોડાસા ખાતેથી કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનની શરૂઆત થશે. જિલ્લા સંગઠનની જવાબદારી કોને સોંપવી તે અંગે મંથન કરવામાં આવશે. ગતરોજ 43 નિરીક્ષકોની બેઠક યોજાઇ હતી એક કેન્દ્ર નિરીક્ષક અને 4 પ્રદેશ નિરીક્ષક દ્વારા જિલ્લાનો પ્રવાસ કરવામાં આવશે. 45 દિવસમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવશે.
આજે રાહુલ ગાંધી મોડાસા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે અરવલ્લી જિલ્લાના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરશે. ત્યારે બાદ કાર્યકર્તાઓના સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ મુલાકાત દરમિયાન તેઓ ગુજરાતમાં મિશન 2027 સંદર્ભે મહત્વની ચર્ચા કરી શકે છે.
ગઈકાલે રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે નિરીક્ષકો સાથે બે કલાકની બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ સ્પષ્ટ સંખ્યા આપ્યા હતા કે જે કાર્યકર્તાઓ નિષ્ક્રિય છે અથવા તો ભાજપ સાથે કામ કરે છે તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવી શકે છે.
આ બેઠક દરમિયાન પ્રશ્નોત્તરી યોજવામાં આવી હતી જેમાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે લગ્નના ખૂણા અને રેસના ઘોડા કેવી રીતે અલગ તારવીશું જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આઠ મે સુધીમાં પેનલ બનાવો તેના પછી નિર્ણય લેવાશે અને તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
