<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

ટ્રમ્‍પની ટેરીફ ગુંડાગીરીના વિરોધ માટે એક થવાની જરૂરઃ જીનપીંગ

 

વોશીંગ્‍ટનઃ આ અઠવાડીયે અમેરિકન ટેરીફથી વધુ અસરગ્રસ્‍ત દક્ષિણ પૂર્વના કેટલાક દેશોના ચીની રાષ્‍ટ્રપતિ શી જીનપીંગના પાંચ દિવસીય પ્રવાસનો હેતુ અમેરિકા પર પ્રહાર કરવાનો હોવાનું ટ્રમ્‍પે જણાવ્‍યું છે. ઝિન્‍હુઆ અનુસાર, ચીનના રાષ્‍ટ્રપતિ હેનોઈ પહોંચ્‍યા હતા, જેમાં તેઓ વિયેતનામ સામ્‍યવાદી પક્ષના વડા તોલામને મળ્‍યા હતા અને સપ્‍લાય ચેન વધારવા સહિત ડઝનબંધ સહકાર સમજૂતિઓ પર હસ્‍તાક્ષર કરવા ઉપરાંત મજબૂત વ્‍યાપાર સંબંધો માટે હાકલ કરી હતી. જીનપીંગે લામને અનુરોધ કર્યો હતો કે બન્‍ને દેશોએ વ્‍યુહાત્‍મક સંકલ્‍પને મજબૂત બનાવવો જોઈએ અને સંયુક્‍ત પણે એક પક્ષીયવાદ અને ટેરીફ ગુંડાગીરીનો વિરોધ કરવો જોઈએ.

અમેરિકાએ તેના બે સૌથી મોટા વ્‍યાપાર ભાગીદારો ચીન અને વિયેતનામને કટલાક ઉચ્‍ચતમ ટેરીફ દરો સાથે લક્ષ્યાંકિત કર્યા છે. જેમાં ચીનને ૧૪૫ ટકા અને વિયેતનામને ૪૬ ટકા ટેરિફનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્‍પ પ્રશાસને દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક દેશો પર અમેરિકન ટેરિફ બચવા માંગતી ચીની કંપનીઓ માટે વચેટીયા તરીકે સેવા આપવાનો આક્ષેપ કર્યો છે.

(4:11 PM IST)