News of Wednesday, 16th April 2025
સીટી બસ અકસ્માતમાં મૃતકોને ૧૫ લાખ અને ઇજાગ્રસ્તોને ૨ લાખની સહાય
ડે.મેયર, સ્ટે.ચેરમેન, શાસકપક્ષના નેતા, દંડક તથા મ્યુનિ.કમિશનરની સતાવાર જાહેર

રાજકોટ તા.૧૬: શહેરના ઇન્દીરા સર્કલ પાસે બનેલ બસ દુર્ઘટનાના મળતકોના પરિવારજનોને મહાનગરપાલિકા દ્વારા પંદર-પંદર લાખ રૂપિયાની સહાય તેમજ ઈજાગ્રસ્તોને બે-બે લાખ રૂપિયાની સહાય પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવી હતી.
આજે તારીખઃ ૧૬ના સવારે ૦૯:૫૧ વાગ્યે ઇન્દીરા સર્કલ પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ ખાતે સિટી બસ નંબર જીજે-૦૩ - બીજેડ-૦૦૪૮ થી જે દુર્ઘટના બની છે તેમાં ચાર લોકોના મળત્યુ નીપજેલ છે, જેમાં મળતકોમાં (૧) રાજકોટ મહાનગરપાલિકાના ઓડીટ શાખાના કર્મચારી રાજુભાઈ મનુભાઈ ગીડા, (ઉંમર વર્ષ-૩૫), (૨) સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી, (ઉંમર વર્ષ-૪૦), (૩) બાલો ઉર્ફે ચિન્મયભાઈ હર્ષદભાઈ ભટ્ટ, (ઉંમર વર્ષ-૨૫), (૪) કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ, (ઉંમર વર્ષ-૫૬) નો સમાવેશ થાય છે. જયારે ચાર લોકોને ઈજા પહોંચી છે. જેમાં (૧) વિશાલ રાજેશભાઈ મકવાણા, (ઉંમર વર્ષ-૨૮), (૨) સુરજ ધર્મેશ, (ઉંમર વર્ષ-૪૨), (૩) સાનિયાબેન અજયભાઈ રાજબર, (ઉંમર વર્ષ-૧૭) અને (૪) વિરાજબા મહાવીરસિંહ ખાચર, (ઉંમર વર્ષ-૦૭) નો સમાવેશ થાય છે.
આ દુર્ધટનાને અત્યંત આઘાતજનક ગણાવતા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષભાઈ રાડિયાએ જણાવ્યું હતું કે, આ કરુણ ઘટનામાં ઉદાહરણરૂપ કડક કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવેલ છે તેમજ યોગ્ય તપાસ બાદ સિટી બસ ઓપરેશન સાથે સંકળાયેલ વિશ્વમ એજન્સી સામે પણ આકરા પગલાં લેવામાં આવશે.
મળતકોના પરિવારજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પંદર-પંદર લાખ રૂપિયાની સહાય તેમજ ઈજાગ્રસ્તોને બે-બે લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવેલ છે. સાથોસાથ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સની રકમ પણ મળવાપાત્ર થશે.(૨.૨૬)
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
