News of Wednesday, 16th April 2025
હાથીખાનાના ચિન્મયભાઇ ભટ્ટ સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ક્લાર્ક હતાં: નોકરીએ જવા નીકળ્યા પણ ત્યાં પહોંચી ન શક્યા
એક મહિના પહેલા જ તેમના પિતાનું હાર્ટએટેકથી અવસાન થયું હતું: માતા પણ હયાત નથીઃ બહેન ઉર્વિબેન કોટક સ્કૂલમાં શિક્ષીકાઃ એક પછી એક સ્વજનો ગુમાવતાં ઉંડા આઘાતમાં ગરકાવ

રાજકોટઃ સીટી બસની ઠોકરે જે ચાર લોકોના મૃત્યુ થયા તેમાં એક હાથીખાના-૧માં રહેતાં ચિન્મયભાઇ (લાલાભાઇ) હર્ષદરાય ભટ્ટ (ઉ.વ.૨૫)નો પણ સમાવેશ થાય છે. ચિન્મયભાઇ સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ક્લાર્ક્ તરીકે નોકરી કરતાં હતાં. સવારે તે પોતાનું બાઇક લઇને નોકરી પર જવા નીકળ્યા હતાં. પરંતુ કોઇને ક્યાં ખબર હતી કે રસ્તામાં તેમને કાળ ભેટી જશે. ચિન્મયભાઇના પિતા હર્ષદરાય દિનકરરાય ભટ્ટનું એક મહિના પહેલા જ હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. જ્યારે તેમના માતા આશાબેનનું છએક વર્ષ પહેલા અવસાન થયું હતું. ચિન્મયભાઇ અપરિણીત હતાં. તેમના મોટા બહેન ઉર્વીબેન કોટક કન્યા વિદ્યાલયમાં શિક્ષીકા તરીકે નોકરી કરે છે. ઉર્વીબેને પહેલા માતા, પછી હજુ એક મહિના પહેલા પિતા અને હવે એકનો એક ભાઇ ગુમાવી દેતાં તેઓ ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા હતાં. બનાવની જાણ થતાં સગા સંબંધીઓ તેમજ યુનિવર્સિટીના સાથી કર્મચારીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. સ્વજનોના આક્રંદથી ગમગીની વ્યાપી ગઇ હતી. (૧૪.૧૩)
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
