News of Wednesday, 16th April 2025
હિમાચલ પ્રદેશના મંડીની ડીસી ઓફિસને ઉડાવી દેવાની ધમકી, ઇમારત કરાવવામાં આવી ખાલી; બોમ્બ ડિસ્પોઝલ ટીમ ઘટનાસ્થળે
વહીવટીતંત્રે સુરક્ષા વ્યવસ્થા કરી કડક, ઈમારતમાં ત્રણ મહત્વપૂર્ણ ઓફિસો જેમાં ડીસી ઓફિસ, એસપી ઓફિસ અને કોર્ટ કોમ્પ્લેક્સનો થાય છે સમાવેશ : બુધવારે ડીસી મંડીના ઈ-મેલ આઈડી પર ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. લોકોને સહયોગ આપવા કરાઈ વિનંતી

હિમાચલના મંડીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. અહીં ડેપ્યુટી કમિશનરની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ડીસી ઓફિસની ઇમારતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઇમેઇલ દ્વારા મળી હતી, જેના પગલે ઇમારતને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. દરમિયાન, તપાસ એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે.
આખી ઇમારતની શોધખોળ ચાલી રહી છે
બિલ્ડિંગમાં આવેલી તમામ ઓફિસોના કર્મચારીઓ અને અન્ય લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ધમકીભર્યો મેઇલ મળ્યા બાદ, કર્મચારીઓ અને બજારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. તપાસ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને આખી ઇમારતની તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, બુધવારે સવારે આ ઇમેઇલ મળ્યો હતો, જેનાથી અધિકારીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. અધિકારીઓ આ ધમકીને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે. ધમકીભર્યા ઈમેઈલના સ્ત્રોતને શોધવા માટે સાયબર ક્રાઈમ નિષ્ણાતોને પણ જોડવામાં આવ્યા છે.
આ ઈમારતમાં ત્રણ મહત્વપૂર્ણ ઓફિસો ચાલી રહી છે.
વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ ઈમારતમાં ત્રણ મહત્વપૂર્ણ ઓફિસો ચાલી રહી છે. જેમાં ડીસી ઓફિસ, એસપી ઓફિસ અને કોર્ટ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે. ધમકીની જાણ થતાં જ ઇમારતમાં હાજર મોટી સંખ્યામાં લોકો બહાર દોડી ગયા હતા.
મંડી પોલીસે સહયોગની વિનંતી કરી
તે જ સમયે, પોલીસ અધિક્ષક મંડી સાક્ષી વર્મા દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે બુધવારે ડીસી મંડીના ઈ-મેલ આઈડી પર ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. સાવચેતીના પગલા તરીકે, પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે અને SOP મુજબ તોડફોડ વિરોધી તપાસ સહિત તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકોને સહયોગ આપવા વિનંતી છે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
