News of Wednesday, 16th April 2025
મસ્કની ટેસ્લા ટૂંક સમયમાં ભારતના માર્ગોમાં દોડવા લાગશે :ટેસ્ટિંગ સમયે રોડ પર ઈલેક્ટ્રિક કાર જોવાઈ :જુઓ વિડિઓ
ટેસ્લાની નવી ઇલેક્ટ્રિક કાર મુંબઈ-પુણે હાઇવે પર પરીક્ષણ દરમિયાન દોડતી બતાવાઈ

@volklub Tesla testing on Mumbai pune express way pic.twitter.com/2s2FWiyJ2B
— Ashish Pol (@ashishpol86) April 15, 2025
મુંબઈ : ઈલોન મસ્કની ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં પ્રવેશ કરશે તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયો દ્વારા પણ આ વાતની પુષ્ટિ થઈ છે. આ વિડિઓમાં કેવા પ્રકારની માહિતી જોવા મળે છે? ટેસ્લા ભારતમાં કઈ Electric Car સૌથી પહેલા લોન્ચ કરી શકે છે
ઈલોન મસ્કની માલિકીની Electric Car ઉત્પાદક Tesla ટૂંક સમયમાં ભારતમાં ઔપચારિક રીતે પ્રવેશવાની તૈયારી કરી રહી છે. આ પહેલા પણ ટેસ્લા ભારતમાં આવવાને લઈને ઘણી વખત સમાચારમાં રહી છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા બીજા એક વીડિયો દ્વારા આ વાતની પુષ્ટિ થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ભારતીય રસ્તાઓ પર પરીક્ષણ દરમિયાન ટેસ્લા કાર જોઈ શકાય છે. મહારાષ્ટ્રના પુણેમાં રહેતા આશિષ પોલે પોતાના X એકાઉન્ટ પરથી બે વીડિયો પોસ્ટ કર્યા છે. આ વીડિયોમાં ટેસ્લાની નવી ઇલેક્ટ્રિક કાર મુંબઈ-પુણે હાઇવે પર પરીક્ષણ દરમિયાન દોડતી બતાવવામાં આવી છે.
અહેવાલો પ્રમાણે વીડિયોમાં દેખાતી કારનું પરીક્ષણ ચાલી રહ્યું છે. તે Tesla Model Y છે. જોકે વીડિયોમાં દેખાતી કાર સંપૂર્ણપણે કવર કરવામાં આવેલ છે. પરંતુ એવી શક્યતા વધુ છે કે તે મોડેલ Y છે. અહેવાલ પ્રમાણે આ SUV સાથે મોડેલ 3 પણ ભારતમાં લોન્ચ થઈ શકે છે.
ટેસ્લાનું મોડેલ Y રિયર વ્હીલ ડ્રાઇવ અને લાંબા અંતરના ઓલ વ્હીલ ડ્રાઇવ વિકલ્પો સાથે આવે છે. આ કારને એક જ ચાર્જ પર 719 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. વાહનમાં મોટર લગાવવાથી, 0-100 કિલોમીટરની ગતિ હાંસલ કરવામાં 5.9 સેકન્ડનો સમય લાગે છે. પરંતુ તેના ઓલ વ્હીલ ડ્રાઇવ વેરિઅન્ટને ફક્ત 4.3 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાય છે. સુવિધાઓ તરીકે તેમાં LED હેડલાઇટ, LED ટેલ લાઇટ, 15.4 ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પાછળના યાત્રી માટે આઠ ઇંચ સ્ક્રીન જેવા ફીચર્સ છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
