<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

કાઠમંડુ એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું : 12 ભારતીયોને લઈ જતા વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાતા યાત્રિકોના જીવ પડીકે બંધાયા

માઉન્ટ એવરેસ્ટ ક્ષેત્રના પ્રવેશદ્વાર લુકલાથી રામેછાપ જઈ રહેલા ખાનગી સીતા એરના વિમાનને ટેકનિકલ ખામી જણાતા તેને ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનમથક તરફ વાળવામાં આવ્યું

કાઠમંડુ એરપોર્ટ પર વિમાનનું ઇમર્જન્સી લેડિંગ કરાયું હતું 12 ભારતીયોને લઈ જતી એક વિમાનમાં અચાનક ખામી સર્જાતા તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. બધાને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવામાં ઉડતા વિમાનની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી હોવાની માહિતી મળતા જ ગભરાટ ફેલાઈ ગયો હતો. આ પછી, તાત્કાલિક ધોરણે વિમાનને કાઠમંડુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો.

પાયલોટે ખૂબ જ સમજદારીપૂર્વક ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. વિમાનમાં 12 ભારતીય મુસાફરો પણ હતા. એક એરલાઇન અધિકારીએ જણાવ્યું હતું કે, માઉન્ટ એવરેસ્ટ ક્ષેત્રના પ્રવેશદ્વાર લુકલાથી રામેછાપ જઈ રહેલા ખાનગી સીતા એરના વિમાનને ટેકનિકલ ખામી જણાતા તેને ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનમથક તરફ વાળવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે ડોર્નિયર વિમાનમાં 12 ભારતીય, બે નેપાળી અને ત્રણ ક્રૂ સભ્યો સવાર હતા.

યોગ્ય સમયે લેવામાં આવેલા સચોટ નિર્ણયને કારણે, વિમાનને કાઠમંડુ એરપોર્ટ પર સફળતાપૂર્વક લેન્ડ કરવામાં આવ્યું. વિમાન એરપોર્ટ પર ઉતર્યા પછી, તેને ટ્રેક્ટરની મદદથી પાર્કિંગમાં લઈ જવામાં આવ્યું. અધિકારીએ જણાવ્યું હતું કે વિમાનમાં "હાઇડ્રોલિક પ્રેશર" ના અભાવના સંકેતો મળ્યા છે. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે.

 


 

(8:47 PM IST)