News of Wednesday, 16th April 2025
ગર્લફ્રેન્ડને મળવા અડધી રાત્રે તેના ઘરે પહોંચ્યો યુવક :છોકરીના પરિવારે વાંધાજનક હાલતમાં ઝડપી પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો
પરિવારના દબાણ હેઠળ છોકરીએ છોકરાને ફોન કર્યો અને તેને તેના ઘરે બોલાવ્યો:યુવક છોકરી સાથે વાંધાજનક સ્થિતિમાં હતો, ત્યારે પરિવારના સભ્યો જે પહેલાથી જ તૈયાર હતા,પરિવારના સભ્યોએ શેવિંગ બ્લેડથી યુવકનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો

ઉત્તરપ્રદેશના ગોરખપુરમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક 25 વર્ષનો યુવક તેની ગર્લફ્રેન્ડને મળવા અડધી રાત્રે તેના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ છોકરીના પરિવારના સભ્યોએ બંનેને વાંધાજનક હાલતમાં પકડી લેતા હાહાકાર મચી જવા પામ્યો હતો. આ ઘટના ગુલરીહા વિસ્તારની છે. આ ઘટનાના પગલે ગુસ્સે ભરાયેલા પરિવારના સભ્યોએ શેવિંગ બ્લેડથી યુવાનનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. બીજી તરફ આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ 25 વર્ષીય યુવકને છેલ્લા પાંચ વર્ષથી ગામની એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો. તે યુવક ઘણીવાર તેની ગર્લફ્રેન્ડને મળવા માટે તેના ઘરે જતો. જ્યારે છોકરીના પરિવારને આ સંબંધની ખબર પડી, ત્યારે તેઓએ છોકરાને ઘણી વાર સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે તે વ્યક્તિ ન માન્યો ત્યારે છોકરીના ભાઈએ છોકરાને પાઠ ભણાવવા માટે પ્લાન ઘડ્યો.
એવો આરોપ છે કે મંગળવારે રાત્રે તેના પરિવારના દબાણ હેઠળ છોકરીએ છોકરાને ફોન કર્યો અને તેને તેના ઘરે બોલાવ્યો હતો. જ્યારે યુવક છોકરી સાથે વાંધાજનક સ્થિતિમાં હતો, ત્યારે તેના પરિવારના સભ્યો જે પહેલાથી જ તૈયાર હતા, તેમણે તેના પર હુમલો કર્યો. ત્યારબાદ પરિવારના સભ્યોએ શેવિંગ બ્લેડથી યુવકનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ યુવકને રાત્રે મેડિકલ કોલેજના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત હવે સ્થિર હોવાનું કહેવાય છે. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
