<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

UAEમાં હિન્દુઓને ધર્મનું પાલન કરવાનો અધિકાર મળ્યો

મહિલાઓને પણ અનેક સ્વતંત્રતા : નવો પર્સનલ લૉ લાગુઃનવા કાયદામાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓ સહિત નોન-મુસ્લિમ લોકોને અમુક છૂટ આપવામાં આવી

રિયાદ, તા.૧૬: યુએઈમાં પર્સનલ સ્ટેટ્સ લૉમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. જે ૧૫ એપ્રિલથી લાગુ થયા છે. જેમાં હિન્દુઓ સહિત નોન મુસ્લિમને હક આપવામાં આવ્યો છે. તેમજ લગ્ન-સંપત્તિ જેવા પર્સનલ લૉમાં અનેક પ્રકારના સુધારા કરવામાં આવ્યા છે. લગ્ન, છૂટાછેડા, વારસાઈ, અને બાળકોની કસ્ટડી જેવા કિસ્સામાં નોન-મુસ્લિમ ઈમિગ્રન્ટ્સ અને સ્થાનિક નાગરિકોને રાહત તથા સમાનતા આપવામાં આવી છે. વધુમાં મહિલાઓના અધિકારોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હિન્દુ, ખ્રિસ્તી અને અન્ય નોન-મુસ્લિમો જે યુએઈએમાં વસે છે. તેઓને પોતાની પરંપરાઓ અને માન્યતાઓની સાથે રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

યુએઈમાં પર્સનલ સ્ટેટ્સ લૉમાં કરવામાં આવેલા સુધારાઓ ત્યાંના પ્રત્યેક નાગરિક અને રહેવાસી પણ લાગુ થાય છે. પરંતુ નવા કાયદામાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓ સહિત નોન-મુસ્લિમ લોકોને અમુક છૂટ આપવામાં આવી છે કે, તેઓ પોતાના દેશા કાયદા અને પોતાની માન્યતા-પરંપરા મુજબ અન્ય વિકલ્પ પસંદ કરી શકે છે.

યુએઈમાં નાગરિકઃ આ કાયદો યુએઈના તમામ નાગરિકો પર લાગુ થાય છે. જો કોઈ પણ આંતર-ધર્મ લગ્ન થાય છે, અર્થાત યુએઈના પુરુષના કોઈ અન્ય ધર્મની મહિલા સાથે લગ્ન થાય છે. તો તેના પર આ નવો કાયદો લાગુ થશે.નોન-મુસ્લિમ નાગરિકઃ જે લોકો પાસે યુએઈની નાગરિકતા છે, પરંતુ તેઓ મુસલમાન નથી, ખ્રિસ્તિ-હિન્દુ કે અન્ય ધર્મના છે. તેઓ આ કાયદાના સ્થાને પોતાના પર્સનલ લૉ તથા પોતાના દેશના નિયમોનું પાલન કરી શકે છે. નોન-મુસ્લિમ નાગરિક યુએઈના કાયદો અથવા અન્ય વિકલ્પની પસંદગી કરી શકે છે. જો પોતાની માન્યતા અનુસાર, કોઈ વિકલ્પ પસંદ કરવામાં નહીં આવે તો તેવી સ્થિતિમાં યુએઈનો કાયદો સ્વીકારવાનો રહેશે.

જે લોકો મુસ્લિમ નથી અને UAEના નાગરિક નથી, પણ અહીં રહે છે, તે બધા લોકો તેમના ધર્મ અનુસાર પર્સનલ લૉનું પાલન કરી શકે છે. પોતાના દેશની માન્યતા અને પરંપરા અનુસાર, પર્સનલ લૉનું પાલન કરી શકે છે. તેમજ લગ્ન માટે, તમે અબુ ધાબીના નાગરિક લગ્ન કાયદા અને મોરેશિયસના કાયદા વચ્ચે પસંદગી કરી શકો છો. UAEમાં રહેતા ભારતીયો ભારતના કાયદાનો ઉપયોગ કરી શકે છે. નવો પર્સનલ સ્ટેટ્સ લૉ ચોક્કસ પરિસ્થિતિઓમાં ેંછઈ ની બહારના વ્યક્તિઓ પર લાગુ થશે.

યુએઈમાં વસતા દંપતિમાં છૂટાછેડાના કિસ્સામાં જો બંનેમાંથી કોઈ એક વ્યક્તિ યુએઈનો નાગરિક હશે તો આ નવો કાયદો લાગુ થશે. પરંતુ જો બંને વિદેશી હશે તો તેમને પોતાના દેશના પર્સનલ લૉ અનુસાર કાયદાકીય પ્રક્રિયા કરવાનો વિકલ્પ મળશે.

 

(10:16 PM IST)