<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

ભાજપ-AIADMKના ગઠબંધનમાં ચાર જ દિવસમાં તિરાડ પડી

કહ્યું- માત્ર ચૂંટણી પૂરતા જ સાથે છીએઃબંને પાર્ટીઓનું ગઠબંધન માત્ર ચૂંટણી માટે છે અને તેઓ ગઠબંધન સરકાર બનાવશે નહીં : ઈ.કે.પલાનીસ્વામી

નવી દિલ્હી, તા.૧૬: અન્નાદ્રમુક (AIADMK) અને ભાજપ વચ્ચે ચાર દિવસ પહેલા ગઠબંધન થયું હતું. ગયા અઠવાડિયે બંને પક્ષોએ ૨૦૨૬ની તમિલનાડુ ચૂંટણી માટે હાથ મિલાવ્યા હતા, પરંતુ અન્નાદ્રમુકના નેતા ઈ.કે.પલાનીસ્વામીના તાજેતરના નિવેદનથી ગઠબંધનમાં તિરાડ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેમણે કહ્યું કે, બંને પાર્ટીઓનું ગઠબંધન માત્ર ચૂંટણી માટે છે અને તેઓ ગઠબંધન સરકાર બનાવશે નહીં. તેમના નિવેદનથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને ભાજપની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. પલાનીસ્વામીના નિવેદ પરથી લાગી રહ્યું છે કે, તેમનો પક્ષ ગઠબંધન સરકાર સ્વીકારશે નહીં. તેમનું કહેવું છે કે, ભાજપ સાથે માત્ર ચૂંટણી માટે ગઠબંધન કરાયું છે. પાલનાસ્વામીનું આ નિવેદન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની વિરુદ્ધ છે. અમિત શાહે ગયા અઠવાડિયે બંને પાર્ટીના ગઠબંધનની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે, બંને પક્ષો સાથે મળીને અને દ્ગડ્ઢછ હેઠળ ચૂંટણી લડશે. એઆઈએડીએમકે, ભાજપ અને તમામ ગઠબંધનના સાથી પક્ષોએ એનડીએ તરીકે સાથે મળીને તમિલનાડુમાં આગામી વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. કેટલાક અન્નાદ્રમુક નેતાઓ ભાજપ સાથેના ગઠબંધનથી નાખુશ છે. આનું કારણ એ છે કે, છેલ્લી ત્રણ મોટી ચૂંટણીઓમાં ભાજપે નબળું પ્રદર્શન કર્યું હતું અને પાર્ટીએ વિધાનસભા ચૂંટણી-૨૦૧૯ અને લોકસભા ચૂંટણી- ૨૦૨૧ અને ૨૦૨૪માં હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૨૧માં AIADMKએ ભાજપ સાથે ગઠબંધન કરીને ૭૫ બેઠકો જીતી હતી, જે અગાઉની ચૂંટણી કરતા ૧૩૬ બેઠકો ઓછી હતી. ડીએમકે અને કોંગ્રેસે તેમને સત્તા પરથી દૂર કર્યા હતા. AIADMKએ ૨૦૧૯ અને ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓમાં પણ ખરાબ પ્રદર્શન કર્યું. તેમણે અનુક્રમે ૨૦૧૯માં ૨૦ અને ૨૦૨૪માં ૩૪ બેઠકો પર ચૂંટણી લડી, પરંતુ માત્ર એક જ બેઠક જીતી શક્યા હતા. આ બે ચૂંટણીઓમાં ભાજપે ૨૮ બેઠકો પર ચૂંટણી લડી, પરંતુ એકપણ બેઠક જીતી શકી નથી.

(10:20 PM IST)