News of Wednesday, 16th April 2025
બિહારમાં મુખ્યમંત્રી પદ માટેના મનપસંદ ઉમેદવાર કોણ ? સી વોટરના સર્વેમાં ચોંકાવનારા તારણ
નીતિશકુમારને આંચકો લાગ્યો અને તેજસ્વીને ખૂબ જ સારા સમાચાર મળ્યા પરંતુ પ્રશાંત કિશોરે બધાને ચોંકાવી દીધા

બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપ, જેડીયુ, આરજેડી સહિત તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. નીતિશના નેતૃત્વમાં NDA ગઠબંધન ફરીથી સરકાર બનાવવાનો દાવો કરી રહ્યું છે, ત્યારે તેજસ્વીને વિશ્વાસ છે કે આ વખતે રાજ્યમાં મહાગઠબંધન સરકાર બનાવશે. આ દરમિયાન એક નવો ચૂંટણી સર્વે બહાર આવ્યો છે. જેમાં નીતિશને આંચકો લાગ્યો છે અને તેજસ્વીને ખૂબ જ સારા સમાચાર મળ્યા છે, પરંતુ પ્રશાંત કિશોરે બધાને ચોંકાવી દીધા છે. ખરેખર આ સર્વે બિહારમાં મુખ્યમંત્રી પદ માટેના મનપસંદ ઉમેદવાર વિશે છે.
'સી વોટર'ના તાજેતરના સર્વે મુજબ બિહારમાં મુખ્યમંત્રી પદ માટે સૌથી વધુ પસંદગીના ઉમેદવારોની યાદીમાં તેજસ્વી યાદવ ટોચ પર છે. તેને 36 ટકા મતો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે બીજા સ્થાને નીતિશ કુમાર નહીં પરંતુ જનસુરાજના વડા પ્રશાંત કિશોર છે. બિહારમાં મુખ્યમંત્રી પદ માટે 17 ટકા લોકો તેમને પ્રિય ઉમેદવાર માની રહ્યા છે. ત્યાર બાદ નીતિશ કુમાર ત્રીજા સ્થાને છે, જેમને માત્ર 15 ટકા જ મત મળ્યા છે. ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીને 13 ટકા મતો મળ્યા છે, તેઓ બિહારની ચોથી પસંદ છે. ચિરાગ પાસવાન પાંચમા સ્થાને છે, તેમને 6 ટકા મત મળ્યા છે.
જોકે, થોડા મહિના પહેલા કરવામાં આવેલા સર્વેની સરખામણીમાં તેજસ્વીના મત ટકાવારી ઘટી ગઈ છે, પરંતુ તેઓ હજુ પણ નંબર વન પર યથાવત છે. ગઈ વખતે, 41 ટકા લોકોએ તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવા માંગતા હતા. ત્યારે હવે તેમની પસંદમાં 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તે જ સમયે, સમ્રાટ ચૌધરીમાં 5 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત પ્રશાંત કિશોરમાં પણ 2 ટકાનો વધારો જોવા મળ્યો છે. નીતિશ કુમારની લોકપ્રિયતામાં 3 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ચિરાગ પાસવાનની લોકપ્રિયતામાં પણ 2 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત, સર્વેમાં જ્યારે પૂછવામાં આવ્યું કે, મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારનું કામ કેવું રહ્યું? 58 ટકા લોકો આનાથી સંતુષ્ટ હતા, જ્યારે 41 ટકા લોકો અસંતુષ્ટ હતા.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
