News of Thursday, 17th April 2025
સુપ્રીમ કોર્ટનો આદેશ: 2 લાખથી વધુની રોકડ ચૂકવણીના વ્યવહારોની તપાસ થશે!
સ્થાવર મિલકતના મોટા રોકડ વ્યવહારો હવે આવકવેરા વિભાગની નજરમાં (ન્યૂઝફર્સ્ટ)

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે કે જ્યારે પણ કોઈ દાવો દાખલ કરવામાં આવે અને તેમાં એવો ઉલ્લેખ હોય કે કોઈપણ વ્યવહાર માટે 2 લાખ રૂપિયા કે તેથી વધુની રકમ રોકડમાં ચૂકવવામાં આવી છે, ત્યારે સિવિલ કોર્ટે તાત્કાલિક આવકવેરા વિભાગને આ વ્યવહારની ખરાઈ કરવા અને આવકવેરા કાયદાની કલમ 269STનું ઉલ્લંઘન થયું છે કે કેમ તેની તપાસ કરવા જાણ કરવી પડશે.
આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું છે કે જ્યારે પણ કોઈપણ આવકવેરા અધિકારીના ધ્યાનમાં આવે કે સ્થાવર મિલકત સંબંધિત કોઈપણ વ્યવહારમાં કોઈપણ અન્ય સ્ત્રોતથી અથવા તો સર્ચ કે આકારણીની કાર્યવાહી દરમિયાન 2 લાખ રૂપિયા કે તેથી વધુની રકમ રોકડમાં ચૂકવવામાં આવી છે, ત્યારે નોંધણી અધિકારીની નિષ્ફળતા અંગે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય સચિવને જાણ કરવામાં આવશે. મુખ્ય સચિવ આવા અધિકારી સામે યોગ્ય શિસ્તવિષયક કાર્યવાહી શરૂ કરશે.
આ આદેશનો હેતુ મોટા રોકડ વ્યવહારો પર અંકુશ લાવવાનો અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાનો છે. હવેથી, સ્થાવર મિલકતના મોટા રોકડ વ્યવહારો આવકવેરા વિભાગની નજર હેઠળ રહેશે અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી થઈ શકે છે તેમ ન્યૂઝફર્સ્ટ જણાવે છે.
(1:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
