News of Thursday, 17th April 2025
મને જમાઈ બહું ગમે છે, હવે એની સાથે જ રહીશઃ પતિએ જ કહ્યું હતું ભાગી જા
અલીગઢમાં સાસુ-જમાઈની લવ સ્ટોરીની ખૂબ ચર્ચા થઈ રહી છે બંનેએ પોલીસ સામે સરેન્ડર કરી દીધું: પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા : હું રાહુલને પ્રેમ કરું છું અને આગળ પણ પ્રેમ કરતી રહીશ. હું આગળની જિંદગી રાહુલ સાથે વિતાવવા માગું છું: સાસુ

અલીગઢ,તા.૧૭: ઉત્તર પ્રદેશના અલીગઢમાં સાસુ-જમાઈની લવ સ્ટોરીની ખૂબ ચર્ચા થઈ રહી છે. પોલીસની ત્રણ ટીમો કેટલાય દિવસ સુધી શોધતી રહી, આખરે બંનેએ પોલીસ સામે સરેન્ડર કરી દીધું છે. પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મહિલાએ જણાવ્યું કે, પતિ તેની સાથે મારપીટ કરતો હતો. જમાઈ સાથે વાત કરતા વારંવાર તેની સાથે ભાગી જવાની પતિ ધમકી આપતો હતો. આ દરમિયાન હવે રાહુલ (જમાઈએ) ભાગવાની આખી કહાની જણાવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલા અનીતા ઉર્ફ સપના દેવીએ જણાવ્યું કે, પતિ દરરોજ દારૂ પીને આવતો હતો. તેની સાથે મારપીટ કરતો હતો. જ્યારે રાહુલ સાથે મારી દીકરીની સગાઈ થઈ તો રાહુલ કયારેક કયારેક કોલ કરવા લાગ્યો. જ્યારે પણ રાહુલ સાથે સપના દેવી વાત કરતી તો પતિ અને દીકરી તેને મેણાં-ટોણાં મારતા હતા. પતિ તો રાહુલ સાથે ભાગી જવાની વાતો કરવા લાગ્યો. સાથે જ ગાળો પણ આપતો હતો. એટલા માટે મેં ભાગવાનો નિર્ણય લીધો. તેમણે પોલીસ પાસે પણ મદદ માગી છે.
પ્રેમી રાહુલે જણાવ્યું કે, અમે બંનેએ પછી ભાગવાનો પ્લાન બનાવ્યો. સપના અલીગઢ કાસગંજ માટે નીકળી અને ત્યાં રાહુલ પણ મળી ગયો. બંને બસમાં બેસીને બરેલી નીકળી ગયા. અહીંથી બિહારના મુઝફ્ફરપુર જિલ્લા પહોંચ્યા. આ દરમિયાન મોબાઈલ બંધ રાખ્યા, પણ બે દિવસ પહેલા જેવું મોબાઈલ ખોલીને જોયું તો સોશિયલ મીડિયા પર તેમની જ ચર્ચા થઈ રહી હતી. જે બાદ બંને બિહારથી દિલ્હી તરફ રવાના થઈ ગયા. ત્યાર બાદ બસમાં બેસીને આવ્યા અને રાયા કટ પર ઉતરીને ત્યાંથી ગાડી બુક કરાવી, જેનાથી પોલીસ સ્ટેશન પહોંચી શકીએ.
મહિલાની ડિમાન્ડ છે કે તે અલીગઢના મડરાક પોલીસમાં પોતાના ગામડે પાછી નહીં જાય. તે રાહુલ સાથે જ રહેવા માગે છે, તે રાહુલ સાથે જ રહેવા માગે છે. આ બાજુ પોલીસ તેમને અલીગઢ લઈને આવી. તેમના પર ચોરીનો પણ આરોપ છે. હકીકતમાં જોઈએ તો, મહિલાના પતિએ દીકરી શિવાનીના લગ્ન નક્કી કર્યા હતા. ૧૬ એપ્રિલ એટલે કે આજે તેમના લગ્ન થવાના હતા. પણ મહિલા પોતાના જમાઈ સાથે ભાગી ગઈ. પતિ જિતેન્દ્ર ફરિયાદ કરી હતી કે મહિલા સોના-ચાંદીના ઘરેણાં અને રૂપિયા લઈ ગઈ છે. મહિલા આ બધું ચોરીને જમાઈ સાથે ભાગી ગઈ હોવાનો આરોપ લગાવ્યો છે.
પોલીસે જેવું સપનાની ધરપકડ કરી, તે પોક મૂકીને રડવા લાગી. સાસુ સપના દેવીએ જણાવ્યું કે, તેનો પતિ અને દીકરી તેમના પર લાંછન લગાવતા હતા. પતિ રાહુલ (જમાઈ) સાથે મારે આડા સંબંધ હોવાની કાયમ વાત કરતો. મેં જ્યારે આ વાત રાહુલને જણાવી તો તેણે મારું દુઃખ સમજ્યું. મને રાહુલ ગમવા લાગ્યો. અમે બંનેએ સાથે રહેવાનો નિર્ણય કર્યો. હું રાહુલને પ્રેમ કરું છું અને આગળ પણ પ્રેમ કરતી રહીશ. હું આગળની જિંદગી રાહુલ સાથે વિતાવવા માગું છું.(૪૦.૩)
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
