News of Thursday, 17th April 2025
કામના બદલામાં ડિરેક્ટરે મને 'શારીરિક સંબંધ'ની ઓફર કરી :કાસ્ટિંગ કાઉચ મામલે અભિનેત્રીનો મોટો ઘટસ્ફોટ
સતત ઓડિશન આપી રહી છે પરંતુ છેલ્લા 1 વર્ષથી તેને કોઈ કામ નથી મળી રહ્યું. તે 150 વખત ઓડિશનમાં રિજેક્ટ થઈ: તેણીએ કહ્યું - ઘણી વખત ડિરેક્ટરે મને સવારે 3:00 વાગ્યે ફોન કરીને કહ્યું,,,,

મુંબઈ : બૉલીવુડ અને કાસ્ટિંગ કાઉચ એક્બીજાના ક્યારેક પૂરક હોય તેવું લાગે છે. હાલમાં જ વર્ષ 2024 માં આવેલી ફિલ્મ 'આયુષ્મતિ ગીતા મેટ્રિક પાસ' ની એક્ટ્રેસ કશિકા કપૂરે આ વાત જણાવી હતી.
22 વર્ષની ઉંમરે બૉલીવુડમાં પોતાની ઓળખાણ બનાવનાર કશિકા કપૂર વર્ષ 2024 માં આવેલી ફિલ્મ 'આયુષ્મતિ ગીતા મેટ્રિક પાસ'માં જોવા મળી હતી. તે તેની ડેબ્યૂ ફિલ્મથી જ ચર્ચામાં હતી. હાલ તેને કશું કામ મળી રહયું નથી તેનું કારણ એ છે કે તેણે એક ઇંટરવ્યૂમાં કાસ્ટિંગ કાઉચ વિશે જણાવ્યું હતું.
, કશિકા કપૂરે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તે સતત ઓડિશન આપી રહી છે પરંતુ છેલ્લા 1 વર્ષથી તેને કોઈ કામ નથી મળી રહ્યું. તે 150 વખત ઓડિશનમાં રિજેક્ટ થઈ છે અને તેનું કારણ કાસ્ટિંગ કાઉચ છે. આ વિશે વાત કરતાં કાશિકા કપૂરે કહ્યું "ઘણી વખત ડિરેક્ટરે મને સવારે 3:00 વાગ્યે ફોન કરીને કહ્યું કે હું તને કામ આપીશ
અભિનેત્રીએ કહ્યું કે આ સમય દરમિયાન ડિરેક્ટરે મને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની ઓફર પણ કરી. મેં હંમેશા આ વાતનો ઇનકાર કર્યો છે અને હું આગામી 10 વર્ષ વિશે વિચારું છું કે જ્યારે હું મારી જાતને અરીસામાં જોઉં ત્યારે મને શરમ ન આવવી જોઈએ
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
